બાબરામાં પુત્રએ મોબાઈલ આપી ઉછીના પૈસા લીધા હતા. જે બાદ મોબાઈલ લેવા જતાં ગાળો બોલવામાં આવી હતી. આ અંગે તેના પિતા સમજાવવા જતાં ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ સંદર્ભે ચંદુભાઈ મફાભાઈ કાંજીયા (ઉ.વ.૫૮)એ ગોવિંદભાઈ લઘુભાઈ, રાકેશભાઈ લઘુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેના દીકરા ચેતનભાઈએ ગોવિંદભાઈને પોતાનો ફોન આપી રૂ. ૧૦૦૦ ઉછીના લીધા હતા. જે ફોન લેવા જતાં મોબાઈલ આપ્યો નહોતો અને પૈસા માંગતા પૈસા પરત આવ્યા નહોતા અને લાફો માર્યો હતો. જેથી તેઓ, તેમની પત્ની, ભાણેજ સમજાવવા જતાં ગાળો આપી હતી. તેમને લોખંડના પાઈપના ઘા માર્યા હતા.
જેથી તેમની પત્ની વચ્ચે પડતાં તેમને વાગતા ફ્રેક્ચર થયું હતું, ઉપરાંત શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.જી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.