બાબરા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા પ્રમુખના પ્રતિનિધિ તરીકે બાબુભાઈ રામાણી, ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ, સરપંચ, ઉપસરપંચ સહિતના હાજર રહ્યાં હતા. આંગણવાડીના બાળકોને પ્રવેશ આપી દફતર અને કીટના દાતા ભાનુભાઈ પાનશેરીયા તરફથી આપવામાં આવી હતી તેમજ બાળવાટિકા અને ધોરણ-૧ ના બાળકોને પ્રવેશ આપી અને કીટ વિતરણ કરવામાં આવ્યા હતા.