લાઠી પંથકમાં રહેતી એક પરિણીતા ન્હાતી હોય તે વખતે નરાધમે તેના ફોટા પાડી લીધા હતા. આ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત છ લાખ રૂપિયા રોકડા પણ પડાવી લીધા હતા. પરિણીતાથી અત્યાચાર સહન ન થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવ સંદર્ભે પરિણીતાએ લાઠીમાં રહેતા સોહીલભાઇ રહીમભાઇ બ્લોચ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તે પોતાના રહેણાંક મકાને ન્હાતા હોય ત્યારે ફોટા પાડી વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા-વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. ઉપરાંત આશરે છએક લાખ જેટલા રૂપિયા રોકડા અલગ સમયે ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મેળવી લીધા હતા. લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. સોની વધુ તપાસ કરી રહ્યા છે.