ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આજે હેગમાં પ્રધાનમંત્રી ડિક સ્કૂફને મળ્યા. આ મુલાકાતનો ફોટો એસ જયશંકરે સોશિયલ મીડિયા સાઇટ ઠ પર શેર કર્યો છે. ફોટો પોસ્ટ કરતા એસ જયશંકરે લખ્યું, આજે હેગમાં પ્રધાનમંત્રી ડિક સ્કૂફને મળીને ખૂબ આનંદ થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને આતંકવાદ સામેના મક્કમ અને દૃઢ વલણ બદલ નેધરલેન્ડ્સનો આભાર માન્યો. ભારત-નેધરલેન્ડ ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાની હું પ્રશંસા કરું છું. તેમણે ખાતરી આપી કે અમારી ટીમો આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશે.
તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર પછી, ભારત સરકાર આતંકવાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે. આવી સ્થિતિમાં, ભારતીય સાંસદોના ૭ પ્રતિનિધિમંડળો વિશ્વભરમાં મોકલવામાં આવી રહ્યા છે જે વિશ્વભરમાં ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરશે અને આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈને મજબૂત બનાવશે. આ સમય દરમિયાન પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂરની સફળતા અને વિશ્વભરમાં આતંકવાદ અંગે ચર્ચા કરશે. ભારતના પ્રતિનિધિમંડળમાં ૪૦ સાંસદો હશે. ૨૩ મેથી શરૂ થનારા ૧૦ દિવસના પ્રવાસ દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળ અનેક દેશોની મુલાકાત લેશે. વાસ્તવમાં, ભારત સરકાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૪૦ સાંસદોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ બનાવવામાં આવશે, જે કાશ્મીર, આતંકવાદ અને ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કરશે. ૪૦ સાંસદોને ૭ જૂથોમાં વહેંચવામાં આવશે અને આ જૂથો વિવિધ દેશોમાં જશે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ, આ કાર્યક્રમ ૧૦ દિવસનો રહેશે અને ૨૩ મેના રોજ આ પ્રતિનિધિમંડળના સભ્યો વિદેશ જશે. આ સાંસદો ભારતનો પક્ષ રજૂ કરવા માટે અમેરિકા, બ્રિટન, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ આફ્રિકા અને જાપાન અને કેટલાક અન્ય દેશોની મુલાકાત લેશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સંકલનનું કામ કરી રહ્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ શશિ થરૂર, મનીષ તિવારી, પ્રિયંકા ચતુર્વેદી, સÂસ્મત પાત્રા, સંજય ઝા, સલમાન ખુર્શીદ, અપરાજિતા સારંગી જેવા સાંસદો આ પ્રતિનિધિમંડળમાં સામેલ થશે.