હજુ બે દિવસ પહેલા જ એક પાળતુ શ્વાને ચાર માસની બાળકીને ફાડી ખાધા બાદ આજે ભાવનગરમાં પણ એક કૂતરાએ નવજાત શીશુને ફાડી ખાધુ હતું. આ ઘટના હજુ તાજી છે ત્યાં લાઠી શહેરના નિલકંઠ શેરીમાં રખડતા શ્વાને આતંક મચાવતા ૧પથી વધુ લોકોને બચકા ભરતા ભયનો માહોલ છવાયો હતો. લાઠી શહેરની નિલકંઠ શેરીમાં એક રખડતા શ્વાને આતંક મચાવ્યો હતો. શ્વાને શેરીમાંથી પસાર થતા મોટાભાગના લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી દીધા હતા. એકસાથે ૧પથી વધુ લોકોને બચકા ભરતા સમગ્ર શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. રખડતા શ્વાને બચકા ભરતા લોકો સારવાર લેવા હોÂસ્પટલ ખાતે દોડી ગયા હતા.શ્વાનના આંતકથી લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયુ છે. રખડતું શ્વાન વધુ લોકોને બચકા ભરે તે પહેલા પાલિકા દ્વારા આ શ્વાનને પકડી શહેરથી દૂર ખસેડે તેવી શહેરીજનોએ માંગ કરી છે.