છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે આઇઇડી વિસ્ફોટમાં ત્રણ સૈનિકો શહીદ થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. જાકે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
મળતી માહિતી મુજબ, તેલંગાણાના વેંકટપુરમ અને એડમિલીની ટેકરીઓ પર માઓવાદીઓ અને સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તેલંગાણાના મુલાગુ જિલ્લાના વાજેડુ ગામમાં આઇઇડી બ્લાસ્ટ થયો છે. જેમાં ત્રણ સૈનિકો શહીદ થયા છે અને ત્રણ સૈનિકો ઘાયલ થયા છે. જે વિસ્તારમાં આઇઇડી બ્લાસ્ટ થયો તે વિસ્તાર છત્તીસગઢના સુકમા જિલ્લાને અડીને આવેલો છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા ૭ મેના રોજ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લાના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં ઘણા નક્સલીઓ માર્યા ગયા હતા.