વર્ષ ૨૦૧૬માં ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં તેના પરીવારજનોને વળતર ચૂકવવા, મેન્યુઅલ સ્કવેન્જીગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને આવા કિસ્સાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની દાદ માંગવામાં આવી હતી. અરજીના પગલે જ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાઈ રહ્યું છે, બીજીતરફ જવાબદાર સ્થાનિક ઓથોરિટીના અધીકારીઓ ઉપર આવા
આભાર – નિહારીકા રવિયા બનાવવામાં ફરિયાદ નોંધવાની શરૂઆત થઈ છે.
ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ સમક્ષ આજે આ મુદ્દે વધુ સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટની છેલ્લી સૂચના મુજબ એડવોકેટ જનરલ આ મેટરમાં ઉપસ્થિત રહ્યા હતા. અરજદારે જણાવ્યું હતું કે જામનગરમાં ૦૨ દિવસ પહેલા સેપ્ટિક ટેન્કની સફાઈ કરવા ઉતારેલા ૦૪ લોકોને ઝેરી ગેસની અસર થઈ છે. ૪ પૈકી ૦૧ અસરગ્રસ્ત આઇસીયુમાં છે. એડવોકેટ જનરલે પણ સ્વીકાર્યું હતું કે મેન્યુઅલ સ્કેવેન્જીગ રોકવા તાત્કાલિક પગલાની જરૂર છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન વતી ઉપસ્થિત થયેલા સરકારી વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદના જજીસ બંગલો ખાતે સેપ્ટિક ટેન્કની સફાઇમાં કામદારના મૃત્યુ મામલે કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા શો કોઝ નોટિસ આપવામાં આવી છે. અમદાવાદમાં ગટર સફાઈના કામ સાથે ૨૩ કોન્ટ્રાકટર સંકળાયેલા છે.
એડવોકેટ જનરલે કહ્યું હતું ગટરમાં ઉતરવા અને મેન્યુઅલ સ્કેવેન્જીગ ઉપર જ પ્રતિબંધ છે. ત્યારે ગટરની સફાઈ યાંત્રિક સાધનોથી જ કરવાની થાય, કોઈને ગટરમાં ઉતરવા ફરજ પાડી શકાય નહીં. આ માટે એક એસઓપી તૈયાર કરવામાં આવી છે. ગટરમાં કામદારને ઉતરવા ફરજ પાડનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. લોકોમાં જાગરૂકતા લાવવા માટે જાહેર સ્થળોએ મેન્યુઅલ સ્કેવેન્જીગ પ્રતિબંધિત હોવાની જાહેરાત કરતા હો‹ડગ્સ લગાવાશે.
કોર્ટે પૂછ્યું હતું કે, શું કોન્ટ્રાક્ટરને ગટર સફાઈ કામનો કોન્ટ્રાક્ટ સોંપાતા કોન્ટ્રાકટમાં મેન્યુઅલ સ્કેવેÂન્જંગ ઉપર પ્રતિબંધનો ઉલ્લેખ કરવામાં આવે છે કે શરતો માં કામદારોને આપવાના જરૃરી સાધનો અને જવાબદારી અંગે શરત હોય છે ? અરજદારે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર મેન્યુઅલ સ્કેવેÂન્જંગ નહીં કરાવે તેવી બાહેંધરી આપે છે, છત્તા આ પ્રકારના બનાવો બને છે. કોન્ટેક્ટરો પાસે પૂરતા સાધનો.પણ હોતા નથી. હાઇકોર્ટે કહ્યું હતું કે જે કોન્ટ્રાકટર પાસે પૂરતા સાધનો ના હોય તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી નાખવો જાઈએ. આ મુદ્દે વધુ સુનવણી ૦૭ જુલાઈએ યોજાશે.
ગત સુનવણીમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ મુદ્દે છેલ્લી સુનવણી ગુજરાત હાઇકોર્ટમાં ૦૫ માર્ચના રોજ યોજાઇ હતી. ત્યારબાદ ગુજરાતમાં મેન્યુઅલ સ્કેવેન્જીગથી વધુ ત્રણ સફાઈ કામદારોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં એક તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગતના જજીસ બંગલો વિસ્તારમાં સફાઈ કામદારે પોતાનો જીવ ગુમાવેલ છે. તો બે સફાઈ કામદારોએ જુનાગઢ મહાનગરપાલિકા હસ્તકના વિસ્તારમાં જીવ ગુમાવેલ છે.
જેથી હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા પૂછ્યું હતું કે વારંવાર આવા બનાવો બને છે ત્યારે કોઈ તપાસ થાય છે ? કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે ? જવાબદારો સામે સખત પગલાની હવે જરૂર છે. જા અમદાવાદ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર મેન્યુઅલ સ્કેવનજિંગ કરાવતા હોય તો પાટડી નગરપાલિકા પાસે સાધનોને લઈને શું આશા રાખવી ! હવે સંવેદનશીલતા ફેલાવવાથી કશું નહીં થાય, જવાબદાર લોકો સામે કાનૂની પગલાં જ લેવા પડશે.
હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ૧૧ માર્ચ, ૨૦૨૫ના રોજ ચીફ જજના બંગલા પાછળ આવેલ એક સોસાયટીના સેપ્ટીક ટેંકની સફાઈમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવેલા એક કોન્ટ્રાક્ટરના સફાઈ કર્મચારીનું મૃત્યુ થયું હતું. તો ૧૭ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે બે સફાઈ કર્મચારીઓનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ગુજરાત હાઇકોર્ટે કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, નગર પંચાયતો વગેરેને આવી ઘટનાઓમાં કોન્ટ્રાક્ટર સામે શું પગલા લીધા છે ? તેની એફિડેવિટ માગી છે. તો અમદાવાદ મહાનગરપાલિકા પાસે પણ જવાબ માંગ્યો હતો.