આજકાલ ભારતીય ક્રિકેટરોના જીવનમાં પ્રેમનો માહોલ ખીલી રહ્યો છે. હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલથી લઈને શિખર ધવન સુધી, તેમના જીવનમાં હવે પ્રેમની કોઈ કમી નથી. યુઝવેન્દ્ર ચહલની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ હવે શિખર ધવન વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગઈકાલ રાતથી શિખર ધવન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આનું કારણ તેના જીવનમાં આવેલો સ્ત્રી પ્રેમ છે. હા, હવે શિખર ધવન અને તેની ગર્લફ્રેન્ડે પોતાના પ્રેમની ઘોષણા કરી દીધી છે. બંનેએ દુનિયાને કહી દીધું છે કે તેઓ સત્તાવાર રીતે રિલેશનશિપમાં છે. બંને વચ્ચેનો પ્રેમ એક સુંદર રોમેન્ટીક તસવીર અને પ્રેમાળ કેપ્શન સાથે લોકોની સામે આવ્યો છે અને તે આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. આ પોસ્ટ જાયા પછી, શિખર ધવનના ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે અને તેમને અભિનંદન આપતા થાકતા નથી.
શિખર ધવને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સોફી શાઇન સાથેના પોતાના સંબંધોની પુષ્ટિ કરી, જેનાથી બંને વિશેની બધી અટકળોનો અંત આવ્યો. શિખર ધવને સોફી શાઇન દ્વારા કરવામાં આવેલી પોસ્ટ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને સતત સાથે જાવા મળતા હતા, જેના કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે બંને પ્રેમમાં છે. શિખર ધવન લાંબા સમયથી પોતાના સંબંધો વિશે મૌન હતો, પરંતુ હવે તેણે આ વાત જાહેર કરી છે. ખરેખર, આ પોસ્ટ શેર કરતી વખતે, સોફી શાઇને કેપ્શનમાં લખ્યું, ‘મારો પ્રેમ.’ આ સાથે, તેણીએ એક ખાસ રોમેન્ટીક તસવીર પોસ્ટ કરી જેમાં તે શિખર ધવન સાથે બેઠેલી જાવા મળી રહી છે.
આ તસવીરમાં, સોફી શાઇન શિખર ધવન સાથે બેઠી છે અને હસતી જાવા મળી રહી છે. સોફી શાઇને કાળો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે શિખર ધવને ભૂરા રંગનો શર્ટ પહેર્યો છે. બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. આ તસવીર જાયા પછી, હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાએ સૌથી પહેલા પ્રતિક્રિયા આપી. તેણે લખ્યું, ‘સુંદર.’ બીજા એક યુઝરે લખ્યું, ‘હોટનેસ ઓવરલોડેડ.’ જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘ભગવાન તમને બંનેને ખુશ રાખે.’ તેમની પોસ્ટ પર આવી ઘણી ટિપ્પણીઓ જાવા મળી રહી છે.
સોફી શાઇનનો જન્મ આયર્લેન્ડમાં થયો હતો અને તે એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. સોફીએ લિમેરિક ઇન્સ્ટટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. તેણીએ આયર્લેન્ડની કાસલરોય કોલેજમાંથી સ્નાતક થયા છે અને હાલમાં અબુ ધાબીમાં નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે. જાકે, બંને પહેલી વાર ક્્યારે અને કેવી રીતે મળ્યા તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. સોફી ઘણીવાર શિખર સાથે જાવા મળે છે. શિખરે ૨૦૨૪ માં નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે સોફી પહેલીવાર સાથે જાવા મળી હતી. આ પછી, તેઓ મેચ જાતા પણ સાથે જાવા મળ્યા હતા. શિખર ધવને સૌપ્રથમ ૧૩ જૂન, ૨૦૨૩ના રોજ સોફી શાઇનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઇક કરી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને દુબઈમાં મળ્યા હતા.