ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક બાદ લેવાયેલા આ નિર્ણયમાં વડોદરાના તમામ ૧૯ વોર્ડના કુલ ૭૬ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપે આ વખતે “નો-રિપીટ થિયરી” પર ભાર મૂકતા અનેક જૂના અને જાણીતા ચહેરાઓને પડતા મુક્યા છે અને નવા લોહીને તક આપી છે.
વડોદરા મનપા માટે ભાજપે જાહેર કરેલા પોતાના ઉમેદવારોમાં અનેક પૂર્વ કોર્પોરેટરોના પત્તા કપાયા છે. આ યાદીમાં સૌથી મોટો ઉલટફેર જાવા મળ્યો છે, જેમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકી સોની અને સ્ટેન્ડંગ કમિટીના ચેરમેન ડા. શીતલ મિસ્ત્રી ટિકિટ કાપી નાખવામાં આવી છે. એટલું જ નહીં, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ અને નેતા મનોજ પટેલ જેવા દિગ્ગજ હોદ્દેદારોને પણ આ વખતે ચૂંટણી મેદાનમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જાવા મળી રહ્યો છે.
વંશવાદ અને વગદાર નેતાઓના પરિવારની વાત કરીએ તો, ભાજપે પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જીતુ સુખડીયાના પુત્ર હિરેન સુખડીયાને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. તેવી જ રીતે, દિગ્ગજ નેતા દલસુખ પ્રજાપતિના પુત્ર ઉપેન્દ્ર પ્રજાપતિને પણ ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયો દ્વારા પાર્ટીએ જૂના પાયાના નેતાઓના પરિવાર પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.
બીજી તરફ, હેમિશા ઠક્કર, જાગૃતિ કાકા, બંદીશ શાહ, કલ્પેશ પટેલ અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ જેવા નામો આ વખતે યાદીમાંથી ગાયબ છે. પૂર્વ ડેપ્યુટી મેયર નંદા જાશીનું નામ પણ કપાયેલા નામોની યાદીમાં સામેલ છે. ભાજપની આ નવી યાદીમાં આશરે ૮૦ ટકા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે માત્ર ૨૦ ટકા જેટલા ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે.
ખાસ ભાજપે ત્રીજી વખત ટિકિટ મળી છે તેવા ભાગ્યશાળી ઉમેદવારોમાં અજિત દધીચિ, તેજલ વ્યાસ, નીતિન દોંગા અને રીટા સિંહનો સમાવેશ થાય છે. આ યાદી સ્પષ્ટ કરે છે કે પાર્ટીએ આ વખતે “નો-રિપીટ થિયરી” પર ભાર આપી નવા ચહેરાઓને પ્રાધાન્ય આપી રહી છે. આમ, ભાજપે મોટાપાયે સંગઠનમાં ફેરફાર કરીને નવી રણનીતિ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, જે આગામી સમયમાં વડોદરાના રાજકારણમાં કેવા વળાંકો લાવે છે તે જાવું રસપ્રદ રહેશે.