ઈરાન-યુએસ યુદ્ધવિરામ વચ્ચે લેબનોન પર ઇઝરાયલના તાજેતરના હુમલામાં હિઝબુલ્લાહના નવા વડા, નઈમ કાસેમ પણ માર્યા ગયા છે. ઇઝરાયલી સેનાએ બુધવારે લેબનોન પરના હુમલામાં કાસેમને માર્યા ગયાનો દાવો કર્યો હતો. ઇઝરાયલ દ્વારા માર્યા ગયેલા હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા હસન નરસલાહની હત્યા બાદ કાસેમની નિમણૂક કરવામાં આવી હતી. કાસેમ અગાઉ હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ તરીકે સેવા આપી ચુક્યો હતા.
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આઇડીએફએ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી નઇમ કાસેમની બેરુતમાં હત્યા કરી હતી.આઇડીએફએ ગઈકાલે રાત્રે (બુધવારે) દક્ષિણ લેબનોનમાં આતંકવાદી માળખા પર હુમલો કર્યો હતો.
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસએ દાવો કર્યો હતો કે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલના અંગત સચિવ અલી યુસુફ ખાર્શી પણ બેરુત વિસ્તારમાં માર્યા ગયા હતા. અલી યુસુફ ખાર્શી નઇમ કાસેમનો ભત્રીજા પણ હતો. ખાર્શી હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલ નઇમ કાસેમના નજીકના સહયોગી અને અંગત સલાહકાર હતા. તેમણે તેમના કાર્યાલયના સંચાલન અને સુરક્ષામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાતોરાત,આઇડીએફએ લેબનોનમાં બે મુખ્ય ક્રોસિંગ પર હુમલો કર્યો જેનો ઉપયોગ હિઝબુલ્લાહ આતંકવાદીઓ દ્વારા ઉત્તરી લિટાની પ્રદેશથી દક્ષિણ લિટાની પ્રદેશમાં શ†ો, રોકેટ અને લોન્ચર્સ પરિવહન કરવા માટે કરવામાં આવતો હતો. આ ક્રોસિંગ દ્વારા હજારો , રોકેટ અને લોન્ચર્સ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વધુમાં, દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા આશરે ૧૦ સંગ્રહ સુવિધાઓ, લોન્ચર્સ અને મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો.