પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે વૈશ્વક સ્તરે તેલના ભાવમાં વધારો થયો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી પછી બજારની અનિશ્ચિતતા વધી. વૈશ્વક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૪ ટકા વધીને યુએસ ડોલર ૧૦૯.૮ પ્રતિ બેરલ થયું.
આંતરરાષ્ટીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧.૪% વધીને ૧૧૦.૬૦ પ્રતિ બેરલ થયો, જ્યારે યુએસ ક્રૂડ ૧.૮% વધીને ૧૧૩.૬૦ પ્રતિ બેરલ પર બંધ થયો. જાહેરાત
અહેવાલો અનુસાર, ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ‰થ સોશિયલ પર ઈરાનને ચેતવણી આપી હતી કે જા હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક ખોલવામાં નહીં આવે, તો ઈરાનના ઊર્જા સ્થાપનો પર હુમલો થઈ શકે છે. તેમણે અત્યંત આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો, જે સૂચવે છે કે અમેરિકા કડક લશ્કરી કાર્યવાહી કરી શકે છે.સ્થિતિ
આ નિવેદનના જવાબમાં, એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ સ્પષ્ટતા કરી કે વર્તમાન પરિસ્થિતિઓમાં સ્ટ્રેટ ખોલવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે યુદ્ધથી થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે.
તણાવ વચ્ચે, ઓમાને મધ્યસ્થી શરૂ કરી છે. ઓમાનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી હતી કે તેના પ્રતિનિધિઓએ રવિવારે ઈરાની અધિકારીઓ સાથે મુલાકાત કરીને વેપારી જહાજાની અવરજવર પુનઃસ્થાપિત કરવાના સંભવિત વિકલ્પોની ચર્ચા કરી હતી.
આ દરમિયાન, ઓપેક+ અને સાથી દેશોએ વૈશ્વક પુરવઠાને સ્થિતિ કરવા માટે ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, યુએઈ, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જીરિયા અને ઓમાન સહિત આઠ દેશોએ મે ૨૦૨૬ થી ઉત્પાદનમાં ૨૦૬,૦૦૦ બેરલ પ્રતિ દિવસ વધારો કરવા સંમતિ આપી છે.
ઓપેક એ જણાવ્યું હતું કે બજાર સ્થિતિ જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે અને પરિસ્થિતિના આધારે ઉત્પાદનમાં ફેરફાર ધીમે ધીમે લાગુ કરવામાં આવશે.
નિષ્ણાતો માને છે કે જા હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહેશે, તો તે વૈશ્વક પુરવઠા શૃંખલા પર ગંભીર અસર કરી શકે છે, જેનાથી તેલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તે જ સમયે,ઓપેક ના ઉત્પાદનમાં વધારો આ દબાણને અમુક અંશે સંતુલિત કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.