ગુજરાતમાં નશાબંધી અભિયાન હેઠળ ગાંધીનગર એન્ટી નાર્કોટિક્સ ફોર્સને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે હિંમતનગરથી સુરત તરફ જઈ રહેલા બે ડ્રગ પેડલરોને દબોચી લીધા છે. તેમની પાસેથી અંદાજે ૫ લાખ રૂપિયાની કિંમતનો ૧૧ કિલો ગાંજા જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટિક્સ ફોર્સને ચોક્કસ બાતમી મળી હતી કે માદક પદાર્થોની હેરાફેરીમાં સંડોવાયેલા કેટલાક ઈસમો ગાંજાનો મોટો જથ્થો લઈને હિંમતનગરથી સુરત તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વાહનને અટકાવીને તપાસ કરતા તેમાંથી ૧૧ કિલો ગાંજા મળી આવ્યો હતો.
પોલીસે આ મામલે બે પેડલરોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો સુરતમાં છૂટક વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે











































