વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ ફ્રાઈડે નિમિત્તે રાષ્ટીય સંદેશ આપ્યો. તેમના સંદેશમાં, તેમણે કહ્યું કે આ દિવસ આપણને ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે અને તેમના મૂલ્યોનું પાલન કરવા પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુડ ફ્રાઈડે આપણને સંવાદિતા, કરુણા અને ક્ષમા જેવા મૂલ્યોને ઊંડાણપૂર્વક સ્વીકારવાની તક આપે છે. ભાઈચારો અને આશા આપણને બધાને માર્ગદર્શન આપે.
ઉપરાષ્પટીયતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું કે ગુડ ફ્રાઈડેનો આ પવિત્ર દિવસ આપણને ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે અને પ્રેમ, કરુણા અને ક્ષમાના તેમના શાશ્વત સંદેશ પર ચિંતન કરવાની તક પૂરી પાડે છે. તેમણે કહ્યું કે ઈસુનું જીવન આપણને નમ્રતા, નિઃસ્વાર્થતા અને ન્યાયીપણાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. તેમણે એવી પણ ઇચ્છા વ્યક્ત કરી કે આ દિવસ સમાજમાં સંવાદિતા અને દયાને પ્રોત્સાહન આપવાના આપણા સંકલ્પને મજબૂત બનાવે.
પોતાના સંદેશમાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ પવિત્ર દિવસે, આપણે માનવતા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને યાદ કરીએ છીએ. તેમણે ઈચ્છ્યું કે આ દિવસ આપણને દયાને સ્વીકારવા, આપણી શ્રદ્ધાને મજબૂત કરવા અને સમાજમાં સંવાદિતા ફેલાવવા માટે પ્રેરણા આપે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુએ પણ ગુડ ફ્રાઈડે પર રાષ્ટÙને સંબોધન કરતા કહ્યું કે આ દિવસ શાંતિ, સેવા અને સંવાદિતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. તેમણે લોકોને ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશોમાંથી પ્રેરણા લેવા અને સમાજના ભલા માટે કામ કરવા, બધા પ્રત્યે કરુણા અને સમાવેશકતા દર્શાવવાની અપીલ કરી.