કડી તાલુકાના કલ્યાણપુરા રોડ પર ગુરુવારે એક અત્યંત દુખદ અને હૃદયસ્પર્શી અકસ્માત સર્જાયો છે. શિવસકતી જીનીંગ સામે માર્ગ નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.
માહિતી મુજબ રસ્તા પર કામ કરતા શ્રમિકોના પરિવારજનો નજીક જ રહેતા હતા અને તેમના બે નાનાં બાળકો માર્ગ પર સૂઈ રહ્યા હતા. તે દરમિયાન કામ માટે વપરાતી જેસીબી મશીન અચાનક બાળકો પર ફરી વળતા બંને નિર્દોષોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે. ઘટનાના પછીથી બ૪ાળકોની માતા છેલ્લા ૧૦ કલાકથી તેમના મૃતદેહ પાસે જ બેસી રહી છે. જેને જાઈને દરેકની આંખો ભીની થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તેમજ બાળકોના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને જવાબદારી નક્કી કરવા પ્રયાસો કરી રહી છે.સ્થાનિક લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે અને માર્ગ નિર્માણ દરમિયાન સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.











































