શાસક પક્ષ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) એ ૨૦૨૬ ની કેરળ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઔપચારિક રીતે દસ્તાવેજ બહાર પાડ્યો. બે વિભાગમાં પ્રકાશિત આ ઢંઢેરો, મુખ્યત્વે કલ્યાણ, રોજગાર અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ૬૦ મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા આપે છે.
મુખ્ય વચનોમાં પથારીવશ દર્દીઓ માટે વ્યાપક આરોગ્યસંભાળ સહાય, કેરળમાં શિક્ષણ પૂર્ણ કરનારા તમામ લોકો માટે રોજગારની ખાતરી અને કેમ્પસ પ્લેસમેન્ટ પહેલનો સમાવેશ થાય છે.એલડીએફએ કલ્યાણ પેન્શન વધારીને ૩,૦૦૦ કરવાનું પણ વચન આપ્યું છે. તેણે રાજ્યના તમામ સ્નાતકો માટે રોજગાર સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું છે, જેનો હેતુ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૬૦,૦૦૦ યુવાનોને રોજગાર આપવાનો છે.
મેનિફેસ્ટોમાં વધુમાં વચન આપવામાં આવ્યું છે કે ૫૦ ટકા નોકરીઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે, અને શિક્ષિત યુવાનો માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.
વધુમાં, મોરચાએ તેના લાંબા ગાળાના માળખાગત કાર્યસૂચિના ભાગ રૂપે કેરળમાં હાઇ-સ્પીડ નોર્થ-સાઉથ રેલ કોરિડોર બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મેનિફેસ્ટો ન્ડ્ઢહ્લના નીતિ રોડમેપના મુખ્ય સ્તંભ તરીકે રોજગાર સર્જન, સામાજિક સુરક્ષા અને સમાવિષ્ટ વિકાસ રજૂ કરે છે.
અગાઉ, વિરોધ પક્ષના નેતા વી.ડી. સતીસને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ચૂંટણી ઢંઢેરાનું વિમોચન કર્યું. તેમાં, તેમણે કલ્યાણકારી યોજનાઓનો વિસ્તાર કરવા અને યુવાનોને ટેકો આપવા માટે “૫+૧ ગેરંટી”નું વચન આપ્યું.










































