લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આસામ પહોંચ્યા છે. આ દરમિયાન, તેમણે કાર્બી આંગલોંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ કહ્યું, આસામ ફૂલોનો ગુલદસ્તો છે, જ્યાં વિવિધ ધર્મો, જાતિઓ અને વિચારધારાઓના લોકો સાથે રહે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનું વિઝન એ છે કે વાસ્તવિક સત્તા ભારતના લોકોના હાથમાં હોવી જાઈએ, અને સમાજના દરેક વર્ગનો દેશનું શાસન ચલાવવામાં પોતાનો મત હોવો જાઈએ. બીજી તરફ, ભાજપની વિચારધારા એ છે કે આસામ દિલ્હીથી ચલાવવું જાઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું, “અમે કલમ ૨૪૪ એ લાગુ કરી કારણ કે અમે માનીએ છીએ કે નિર્ણયો સ્થાનિક સ્તરે લેવા જાઈએ. આ નિર્ણયો અહીં લેવા જાઈએ, ગુવાહાટી કે દિલ્હીથી નહીં, પરંતુ તમારા નેતાઓ અને પરિષદો દ્વારા. આ જ અમારા અને તેમના વચ્ચેનો તફાવત છે. તમને લાગે છે કે નિર્ણય લેવાની પ્રક્રિયા ગુવાહાટીમાં શરૂ થાય છે, પરંતુ એવું નથી.”
તેમણે આરોપ લગાવ્યો કે અદાણી અને અંબાણીને હજારો એકર જમીન આપવામાં આવી હતી, જ્યારે અન્ય મોટી કંપનીઓને પણ હજારો એકર જમીન મળી હતી. “તમારે સમજવું પડશે કે આવું કેમ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા, નરેન્દ્ર મોદીએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્‌સ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તમે વિચારી રહ્યા હશો કે હું આ વાત અહીં કેમ ઉઠાવી રહ્યો છું.” તમારે સમજવું પડશે કે દબાણ ક્્યાંથી આવી રહ્યું છે. તે કરારથી ભારતની કૃષિ ક્ષેત્રે એક એવી રીતે દ્વાર ખુલી ગયા છે જે આપણા ખેડૂતો પર પ્રતિકૂળ અસર કરી રહ્યું છે.
સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું, “આજે, જા ભારત રશિયા, ઈરાન કે ઈરાક જેવા દેશો પાસેથી તેલ ખરીદવા માંગે છે, તો તેણે ડોનાલ્ડ ટ્રમ્પ અને યુનાઇટેડ સ્ટેટ્‌સની પરવાનગી લેવી પડશે. આપણે પૂછ્યા વિના તેલ ખરીદી શકતા નથી. નરેન્દ્ર મોદીએ ભારતનો ડેટા ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી દીધો છે. હવે, તેઓ આ ડેટાનો ઉપયોગ પોતાની ઇચ્છા મુજબ કરી શકે છે અથવા સંગ્રહ કરી શકે છે.”
તેમણે એમ પણ કહ્યું કે મોદીએ વચન આપ્યું હતું કે ભારત દર વર્ષે અમેરિકન કંપનીઓ પાસેથી ?૯ લાખ કરોડનો માલ ખરીદશે. આનાથી આપણા નાના વ્યવસાયો અને ઉદ્યોગોને ભારે નુકસાન થશે. ભારતે અમેરિકાને ઘણું આપ્યું છે, પરંતુ બદલામાં આપણને કંઈ મળ્યું નથી. આપણા કરમાં વધારો થયો છે, આપણો ડેટા શેર કરવામાં આવ્યો છે, અને આપણા તેલ ખરીદીના વિકલ્પો ઘટાડવામાં આવ્યા છે. પ્રશ્ન એ છે કે આ સોદો કેમ થયો? રાહુલ ગાંધીના મતે, આવું એટલા માટે થયું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને નિયંત્રિત કરે છે