ગયા અઠવાડિયે, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક વિશે એક નિવેદન આપ્યું હતું જેણે નોંધપાત્ર વિવાદ ઉભો કર્યો હતો. હવે, નિશિકાંત દુબેએ તેમના નિવેદન બદલ માફી માંગી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં, નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને આ તેમના વ્યકિતગત વિચારો છે.
નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “ગયા અઠવાડિયે, મીડિયા સાથે વાત કરતી વખતે, મેં નેહરુ-ગાંધી પરિવારના કારનામા અંગે કેટલાક નિવેદનો આપ્યા હતા. આ નિવેદનો ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના અગ્રણી નેતાઓમાંના એક બીજુ પટનાયકના સંદર્ભમાં આપવામાં આવ્યા હતા. મારી ટિપ્પણીઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. આ મારું વ્યકિતગત નિવેદન છે. નેહરુજી વિશેના મારા વિચારોને બીજુ પટનાયકના સંદર્ભમાં અર્થઘટન કરવામાં આવ્યા હતા.” નિશિકાંત દુબેએ કહ્યું, “બીજુ બાબુ હંમેશા અમારા માટે મહાન નેતા રહ્યા છે અને હંમેશા રહેશે. જા મારા નિવેદનથી કોઈની લાગણીઓને ઠેસ પહોંચી હોય, તો હું બિનશરતી માફી માંગુ છું.”
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ૨૭ માર્ચે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે અમેરિકાએ ૧૯૬૦ના દાયકામાં તિબેટમાં સૈનિકો અને ઝ્રૈંછ એજન્ટો મોકલ્યા હતા કારણ કે તેમને ડર હતો કે ચીન તિબેટ પર કબજા કરી લેશે. દલાઈ લામા અને તેમના ભાઈ અમેરિકન સરકાર સાથે સતત સંપર્કમાં હતા. પંડિત નેહરુએ આખું યુદ્ધ અમેરિકાના પૈસા અને સીઆઇએના ટેકાથી લડ્યું હતું. તે સમયે ઓડિશાના મુખ્યમંત્રી બીજુ પટનાયક અમેરિકા, સીઆઇએ અને નેહરુ વચ્ચેની કડી હતા.
ભાજપ સાંસદ સસ્મત પાત્રાએ નિશિકાંત દુબેના બિજુ પટનાયક પરના નિવેદનના વિરોધમાં સંચાર અને માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિમાંથી રાજીનામું આપ્યું. અધ્યક્ષને લખેલા પત્રમાં પાત્રાએ કહ્યું, “વિરોધમાં અને સિદ્ધાંતની બાબતમાં, હું નિશિકાંત દુબેની અધ્યક્ષતામાં સંચાર અને માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિમાંથી રાજીનામું આપી રહ્યો છું.” હું એવા વ્યકિતના નેતૃત્વમાં સેવા આપી શકતો નથી જે સ્વર્ગસ્થ બીજુ પટનાયક વિશે અપમાનજનક ટિપ્પણી કરે છે, જેમ તેમણે આજે જાહેર નિવેદનમાં કર્યું હતું.
ભાજપના સાંસદના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયકે કહ્યું, “બીજુ બાબુ વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ સાંભળીને મને આઘાત લાગ્યો છે.” તેમણે ઉમેર્યું, “મને સારી રીતે યાદ છે કે બીજુ બાબુ ચીની હુમલા અંગે કેટલા ગુસ્સે હતા અને તેમણે તેને રોકવા માટે કેટલા પ્રયાસો કર્યા હતા. આવા બેજવાબદાર નિવેદનો આપવા બદલ સાંસદને મનોચિકિત્સકને મળવાની જરૂર છે.”








































