તામિલનાડુના ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિનએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી તમિલનાડુમાં જીતી શકશે નહીં અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમનો પક્ષ સત્તામાં પાછો આવશે. ચેન્નાઈ નજીક જાલારપેટ્ટાઈમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે તમિલનાડુના લોકો તેમની ટીમને બીજી તક આપશે.
ઉદયનિધિએ પક્ષના કાર્યકરોને અપીલ કરતા કહ્યું કે, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમનો સંપૂર્ણ નાશ થવો જાઈએ અને ફાશીવાદી ભાજપને તમિલનાડુમાં પ્રવેશવા દેવો જાઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર તેના ચૂંટણી વચનો પૂરા કરવામાં સફળ રહી છે, જેના કારણે તેઓ વિશ્વાસ સાથે જનતા સમક્ષ જઈ શકે છે. નાયબ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની સરકાર ભવિષ્યમાં વધુ વચનો પૂરા કરશે અને ફરીથી જનતાનો ટેકો મેળવશે.