એશિયા કપ ૨૦૨૫ ટીમમાંથી બહાર થયા બાદ પાકિસ્તાનની સૌથી વિશ્વસનીય બેટિંગ જાડી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનનું ભવિષ્ય ગંભીર પ્રશ્નાર્થમાં છે. હવે, ભૂતપૂર્વ મુખ્ય કોચ મિકી આર્થરે કહ્યું છે કે આ જાડી ટી ૨૦ ફોર્મેટમાં ફિટ બેસતી નથી. એક સમય હતો જ્યારે બાબર અને રિઝવાનને પાકિસ્તાનની સૌથી મજબૂત બેટિંગ જાડી માનવામાં આવતી હતી, પરંતુ તેમની ધીમી બેટિંગ માટે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો માને છે કે બાબર અને રિઝવાનની બેટિંગ શૈલી ટી ૨૦ ક્રિકેટની ગતિ સાથે મેળ ખાતી નથી, કારણ કે ટીમો પ્રથમ ૬ ઓવરમાં ૫૦-૬૦ રન બનાવવા માંગે છે.
એઆરવાય ન્યૂઝ સાથેના એક સ્થાનિક ટીવી શોમાં બોલતા, પાકિસ્તાનના ભૂતપૂર્વ મુખ્ય કોચ મિકી આર્થરે સ્વીકાર્યું કે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સારા ક્રિકેટર છે, પરંતુ આધુનિક ટી ૨૦ ફોર્મેટ તેમની કુદરતી રમતથી આગળ વધી ગયું છે.
તેમણે નિર્દેશ કર્યો કે આજના ટી ૨૦ ક્રિકેટમાં પ્રથમ બોલથી જ ઝડપી શરૂઆત, નિર્ભય બેટિંગ અને આક્રમક ઇરાદાની જરૂર છે. આર્થરે કહ્યું કે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સારા ખેલાડીઓ છે, પરંતુ ક્રિકેટ બદલાઈ ગયું છે, તેઓ ટી ૨૦ માટે યોગ્ય નથી. આજે ટી ૨૦ ક્રિકેટ ખૂબ જ અલગ અભિગમની માંગ કરે છે. બાબર અને રિઝવાન જે પ્રકારની રમત રમવા માંગે છે તેના માટે એવા ખેલાડીઓની જરૂર છે જે તેમના વિઝનને સંપૂર્ણપણે અમલમાં મૂકી શકે અને હાલમાં પાકિસ્તાનને અલગ અલગ પદ્ધતિઓની જરૂર છે.
સરફરાઝ અહેમદની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાનને નંબર ૧ ટી ૨૦ રેન્કિંગ પર લઈ જનાર આર્થરે સંકેત આપ્યો હતો કે માઈક હેસનના નેતૃત્વ હેઠળ ટીમનું વર્તમાન મેનેજમેન્ટ નવા વિકલ્પો શોધવામાં યોગ્ય છે. હેસનના નેતૃત્વમાં બાબર અને રિઝવાન દરેક ટીમમાંથી ગાયબ છે. તેમની જગ્યાએ સેમ અયુબ, ફખર ઝમાન અને સાહિબઝાદા ફરહાન જેવા યુવાન અને વધુ વિસ્ફોટક ઓપનરોને સ્થાન આપવામાં આવ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ આગામી મહિને ૯ સપ્ટેમ્બરથી રમાનારી એશિયા કપ ૨૦૨૫ ના પડકારનો સામનો કરી રહી છે. પાકિસ્તાને આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. સલમાન આગાને ટીમની કમાન સોંપવામાં આવી છે. પાકિસ્તાન અને ભારત બંનેને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
એશિયા કપ ૨૦૨૫ માટે પાકિસ્તાનની ટીમઃ સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન એ.