બનાસકાંઠાનાં વડગામની છાપી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચે ગેરવહીવટ આચરતા જીલ્લા વિકાસ અધિકારીએ નોટિસ ફટકારી છે. સરપંચ નીતા ચૌધરીને ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫એ નોટિસ ફટકાર્યા બાદ તપાસ સમિતિએ અહેવાલ રજુ કર્યો હતો. સરપંચને ૨૫ મેએ હાજર રહી લેખિતમાં ખુલાસો કરવાનો આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે.
બનાસકાંઠાનાં વડગામ તાલુકામાં છાપી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચે ગેર વહીવટ આચરતા ડ્ઢર્ડ્ઢંએ નોટિસ ફટકારી છે. નાણાકીય ગેર વહીવટ અને સત્તાનો દૂર ઉપયોગ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. સરપંચ નીતા ચૌધરીને ગત ૨૨ જાન્યુઆરીએ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તપાસ સમિતિએ તપાસનો અહેવાલ રજૂ કર્યો હતો. સરપંચને ૨૫ મે એ હાજર રહી લેખિતમાં ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે. ડ્ઢર્ડ્ઢંની કારણદર્શક નોટિસને પગલે છાપી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી ગામના મહિલા સરપંચના પતિ અને સહાયકને એસીબીએ છટકું ગોઠવી ફસાવ્યા હતા. છાપી જીઆઇડીસીમાં પ્લોટ અંગે હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટ પાછી ખેંચવા અને પ્લોટ પરત કરવા માટે સરપંચના પતિએ ૩૫ લાખ રૂપિયાની લાંચ નક્કી કરી હતી. જેમાંથી ૧૫ લાખ રૂપિયા પહેલા હપ્તામાં ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું છઝ્રમ્ને ફરિયાદ કરવામાં આવી હતી.
છાપી ગ્રામ પંચાયતના સરપંચ નીતા ચૌધરી વતી તમામ વહીવટ અને કામગીરી તેમના પતિ મુકેશ ચૌધરી સંભાળતા હતા જેથી આ કામ માટે રૂપિયા ૫૦ લાખની લાંચ માંગવામાં આવી હતી. જાકે, વાતચીતના અંતે ૩૫ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૫ લાખ રૂપિયાનો પહેલો હપ્તો છાપી સ્થિત સુકુન વિલા સ્થિત બિલ્ડરની ઓફિસમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદીએ આ પૈસા આપવા માંગતા ન હતા અને એસીબીને જાણ કરી હતી. જેના આધારે અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી મુકેશ ચૌધરી અને ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર તરીકે કામ કરતા પનવીન ઠાકોરને ઝડપી પાડ્યા હતા. મહિલાઓની ૫૦ ટકા ભાગીદારી આપવા છતાં મહિલાઓને વહીવટથી દૂર રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પતિની દરમિયાનગીરી?