ભાવનગરમાં વધુ એક ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. બગદાણા પોલીસ સ્ટેશનમાં યુવતીએ ભૂવા સામે દુષ્કૃત્યની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
ભાવનગરમાં અમરેલીના ધીરૂ ભૂંકણ નામના ભૂવાએ યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. યુવતીનાં પરિવારને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને સાત માસનો ગર્ભ રહેતા મામલો સામે આવ્યો છે. અંધશ્રદ્ધાના ચકડોળમાં આવી પરિવારે ભૂવાને બોલાવ્યો હતો. યુવતી ઘરે એકલી હોવાથી લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
અગાઉ સુરતમાં ભાગ્યોદય વિધિના નામે ભૂવાએ નજર બગાડ્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ભરત કુંજડિયા નામના ઢોંગી ભૂવાની કામલીલા બહાર આવતા બરોબરનો લોકોએ મેથીપાક ચખાડ્યા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં પકડીને લઈ જવાયો છે, તેમજ આ મામલે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી.
સુરત શહેરમાં ભાગ્યોદય વિધિના નામે બળાત્કાર કરાતા ભૂવાને પોલીસ સમક્ષ હાજર કરી દેવાયો હતો. ભરત કુંજડિયા નામના ઢોંગી ભૂવાની કરતૂત બહાર આવી છે. સગી મામાની દીકરી પર ભૂવાએ નજર બગાડી હતી. વિધિ કરવાના બહાને ભૂવાએ મને જાગૃત કરી તારામાં પ્રવેશ આપ તેમ પીડિતાને કહ્યું હતું. ભૂવાએ પતિને બહાર મોકલી પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હતું. મામાની દીકરીને તેના જ ઘરમાં નિર્વ† કરી ભાગ્યોદય વિધિના નામે પરણિતાની આબરૂ લૂંટી હતી. પરિણીતાએ પતિને જાણ કરતાં મામલો બિચક્યો હતો. આ મામલે લોકોએ ભૂવાનું મુંડન કરી મોઢામાં ચંપલ મૂકાવી બરોબર મેથીપાક આપ્યા બાદ ફરિયાદ નોંધાવાઇ હતી. સરથાણા પોલીસે આરોપી ભૂવાને પકડી તપાસ હાથ ધરી હતી.