વિધાનસભા ખાતે વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં જે રીતે બેરોકટોક, કોઈના પણ ડર વગર સરકારના માનીતા અને સરકારના મળતિયા, જે ભાજપના આગેવાનો, કાર્યકારી છે એમના દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદો મળી છે. મનરેગા યોજના ગરીબ વર્ગના લોકોને ૧૦૦ દિવસના રોજગારની ગેરંટી આપવાવાળો કાયદો આપ્યો. આ કાયદા હેઠળ રોજગાર આપવાને બદલે ભાજપના નેતાઓ અને એમના મળતિયાઓ છે એમણે ખિસ્સા અને તિજારી ભરવાનું કામ કર્યું છે. જાન્યુઆરી મહિનામાં ફરિયાદ પુરાવાઓ સાથે સરકારને આપી, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો મળી છે. એમાં રાજ્ય સરકારના મંત્રી અને એમના પરીવારના જે લોકોની એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. ભાજપના સ્થાનિક આગેવાનોના આશીર્વાદથી ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે એની તપાસ થવી જાઈએ. અનેક ગામો એવા છે જ્યાં માટી-મેટલ રસ્તા, આર.સી.સી. રોડ, કુવાના કામ હોય, ચેકડેમના કામ, વોટરશેડ અને મનરેગાના અનેક કામો છે જ્યાં સ્થળ પર એકપણ કામ કરવામાં આવ્યું નથી. એની સામે બારોબાર લાખો રૂપિયા ઉપાડી ચુકવવામાં આવ્યા છે.
અમિતભાઈ ચાવડા દ્વરા પુરાવા સાથે રજૂઆત કરવામાં હતી કે એકલા દાહોદ જીલ્લામાં ૧૦૦ કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં થઇ રહ્યો છે. સરકારે જાન્યુઆરીની રજુઆતમાં પણ કોઈ તપાસ ના કરાવી, ત્યાર પછી માર્ચ મહિનામાં પુરાવા સાથે રજુઆતો આપી, વિધાનસભાના સત્રમાં પણ પુરાવા સાથે પ્રશ્નોત્તરીમાં પણ રજૂઆત થઇ અને અન્ય રીતે પણ રજૂઆત થઇ. પણ સરકારે એમના માનીતા અને એમના મંત્રીના જે નજીકના લોકો છે, પરિવારના લોકો છે એમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે.
ચાવડાએ વધુમાં જણાવ્યું કે હમણાં જયારે જીલ્લા કક્ષાએ તપાસની શરૂઆત થઇ, જીલ્લાના ડી.ડી.ઓ., ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર, ટી.ડી.ઓ.એ તપાસ કરી જેમાં ૩૫ જેટલી એજન્સીઓ દ્વારા ૭૧ કરોડનું કૌભાંડ થયું હોય એવી એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. જે એજન્સીઓ સામે એફ.આઈ.આર. નોંધવામાં આવી એમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીના પરિવારના લોકો પ્રોપરાઈટર છે, એજન્સીના ભાગીદાર હોવાની હકીકતો બહાર આવી છે. આ એફ.આઈ.આર.માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અનેક કામો એવા છે જે સ્થળ પર થયા જ નથી અને લાખો રૂપિયા બારોબાર ચુકવવામાં આવ્યા છે. આ કોઈ એક દિવસનું કૌભાંડ તો છે નહિ, છેલ્લા કેટલાય વર્ષોથી કૌભાંડ ચાલે છે. તપાસ તો ફક્ત દેવગઢ અને ધાનપુર તાલુકાની જ તપાસ છે, થોડા જ ગામોની તપાસ થઇ છે અને ૭૧ કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે. જા આખા દાહોદ જીલ્લાની તપાસ કરવામાં આવે તો મારા માનવા મુજબ અમારો તો આક્ષેપ ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારનો છે પણ આ આંકડા જાતા એટલું ચોક્કસ છે કે આ આંકડો અનેક ગણો વધી જાય અને ૨૦૦ કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર ખાલી એક જ દાહોદ જીલ્લામાં થયો હોવાની હકીકતો બહાર આવી રહી છે.