બિસ્કિટની લાલચ આપીને સાત વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી ઈંટ વડે તેની હત્યા કરનારા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ બનાવની વિગત મુજબ ચાંગોદર પોલીસ મથક ની હદમાં ૭ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ કરપીણ હત્યા કરનાર આરોપી ને જિલ્લા પોલીસની વિવિધ ૬૦ ઉપરાંત લોકોની ટીમે ઝડપી પાડ્યો હતો. ગત ૭ તારીખે રસ મધુર કંપની ની જગ્યામાં પતરા વાળી ઓરડીમાં એક બાળકીને બિસ્કિટ બતાવી ઓરડીમાં બોલાવી તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી ને પોલીસે માત્ર ૧૪ કલાક માં ઝડપી પાડ્યો હતો.
જિલ્લા પોલીસ ની સમગ્ર ટીમ તથા સ્નિફર ડોગ ની મહત્વપૂર્ણ ભૂમિકા ને લઈ બાળકી ની હત્યા નો ભેદ માત્ર ૧૪ કલાક માં ઉકેલાયો
આભાર – નિહારીકા રવિયા હતો. જેમાં બનાવ સ્થળ આજુબાજુના ૩૦ થી ૪૦ સી.સી.ટીવી કેમેરાઓ ઝીણવટપુર્વક તપાસવામાં આવેલ હતા. તેમજ નજીકમાં રહેતા ૧૦૦ થી વધારે લોકોની સઘન અને ઉંડાણપૂર્વક પુછપરછ કરવામાં આવેલ હતી. તેમજ આજુબાજુ ની મજૂર વસાહતો, ફેક્ટરીઓ, ગોડાઉનો વિગેરે ચેક કરવામાં આવેલ હતા. તેમજ અલગ અલગ ચોકીદારો, લેબરો, કોન્ટ્રાક્ટરો વિગેરે પાસેથી ગુના સબંધીત માહિતીઓ એકત્ર કરવામાં આવેલ હતી.
તેમજ આ વિસ્તારમાં આવતા જતા ઇસમો ની વિગતો વેરીફાઇ કરવામાં આવેલ હતી તેમજ બનાવ વાળા રૂટ પર દૈનીક અવરજવર કરતા લોકોની પુછપરછ કરવામાં આવેલ હતી.આ ઉપરાંત ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમનસોર્સ થી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, જેમાં ડોગ સ્કોડની મદદથી ગુના વાળી જગ્યાની સ્મેલ આધારે ડોગ દ્વારા કેટલાક શંકાસ્પદ ઇસમોને ટ્રેક કરવામાં આવેલ હતા. જે ઇસમોની યુક્તિ પ્રયુક્તિ તેમજ ઉંડાણપુર્વક પુછપરછ હાથ ધરવામાં આવેલ હતી.
દરમ્યાન ૩૦ વર્ષીય રવિન્દ્રકુમાર મોજીસાવ પુછપરછમાં ભાંગી પડેલ અને તેઓએ ઉપરોક્ત મરણ જનાર બાળકીને બિસ્કીટ આપવાનું કહી હાથ પકડી પોતાની રૂમમાં લઇ જઇ બાળકીને શારીરીક અડપલા કરી દુષ્કર્મ કરવા પ્રયત્ન કરેલ. તેમજ બાળકી બુમા બુમ કરતી હોય, માથામાં ઇંટનો ટુકડો મારી મૃત્યુ નિપજાવેલ હોય, તેવી કબુલાત કરી હતી., જે કબુલાતને અન્ય પુરાવાઓ દ્વારા સમર્થન મળતુ હોય, આ ગુનાને અંજામ આપનાર ઇસમને ૧૪ કલાકથી ઓછા સમયમાં ઓળખ કરી તેની અટકાયત કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.










































