સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાની પોતાના નિવેદનોના કારણે અનેક વાર ચર્ચામાં આવી ચુક્્યાં છે. ત્યારે તેઓ ફરીએકવાર ચર્ચાના કેન્દ્ર બિન્દુ બન્યા છે. આ વખતે તેમણે જામનગર પોલીસ પર ગંભીર આરોપો મુક્્યા છે. પોલીસ ફરિયાદ ન નોંધતા હોવાના આક્ષેપ સાથે વ્યથા ઠાલવી છે. છેલ્લા ૫ મહિનાથી પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો પણ આરોપ મુક્્યો છે.
૫ મહિનાથી ફરિયાદ છતાં પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ બે વર્ષથી અસામાજિક તત્વો ફોન પર ધમકી આપતા હોવાનો દાવો કર્યો છે. કાજલ હિન્દુસ્થાનીએ કહ્યું કે, ”હું જામનગર એસપીને મળી હતી અને તેમને મેં તમામ પુરાવા આપ્યા હતા, મને ખુલ્લેઆમ ધમકીઓ આપે છે તેમજ ફડાકો કરીને ઉડાવીને ધમકી આપે છે, મારા ફોન નંબર વાયરલ કરવામાં આવે છે. ત્યારે હું સાહેબ પાસે રજૂઆત કરવા માટે જઉં છુ અને દોશીઓલ પર કાર્યવાહી કરો પરંતુ ૨૦૨૪ની આ વાત છે ત્યારે અત્યારે ૨૦૨૫નું પણ માર્ચ ચાલે છે ત્યારે આ બાબતે હજુ સુધી કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, હું એસપી સાહેબને કોલ કરી પૂછુ કે સાહેબ આ કેસમાં કઈ અપડેટ ત્યારે ના કહે છે અને
આભાર – નિહારીકા રવિયા કહે છે કે, તમે કોલ ના કરો જ્યારે અપડેટ આવશે ત્યારે તમને સામેથી કોલ કરીશું.
કાજલ હિન્દુસ્થાનીએ વધુમાં કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવામાં ચાર-ચાર અને પાંચ-પાંચ મહિના લાગે તો મને લાગે છે કે, આ તો આત્મચિંતનનો વિષય છે. શુ કારણ છે કે, ગુજરાતમાં ક્રાઈમ એટલા વધી ગયા છે. મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં પોલીસ સેસિટીવ કેમ નથી થતી હ્લૈંઇ નથી લેતી. અમને નેતાઓ ધમકીઓ આપે તો અમારે કોની પાસે જવાનું. વધુમાં કહ્યું કે, હર્ષભાઈએ કહ્યું છે કે, પોલીસ કામ ન કરે તો કહેજા એટલે આ વાત કઉં છું”
કાજલ હિન્દુસ્થાની સામાજિક કાર્યકર છે. તેઓ સોશિયલ મીડિયામાં વર્ષ ૨૦૧૬થી તેઓ પ્રસિદ્ધિ મળી છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કેમ્પસની બનાવનો આઘાત લાગ્યો હતો. ત્નદ્ગેંમાં લાગેલા નારા બાદ વિચાર આવ્યો કે વિરોધ ન કરીએ તે કેમ ચાલે? આ ઘટના બાદ ફેસબૂક પર પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યુ હતું. મક્કમતાની સાથે પોતાના વિચારમાં ઝનૂન દેખાતું ગયું અને કાજલ હિન્દુસ્થાની મોદીના પ્રશંસક બન્યા,સમર્થક પણ બન્યા હતા. સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર તેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે તેમજ પિયર પક્ષમાં કાજલ હિન્દુસ્થાનીની અટક ત્રિવેદી હતી અને કાજલબેનના લગ્ન જામનગરના બિઝનેસ મેન જ્વલંગ શિંગાળા સાથે થયા હતા. જાહેરજીવનમાં તેમની ઓળખ કાજલ હિન્દુસ્થાની તરીકે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીય સમુદાયમાં કાજલ હિન્દુસ્થાની લોકપ્રિય છે. કાજલ હિન્દુસ્થાનીને પોતાના નિર્ભિક વિચારોને કારણે અનેક વખત ધમકી મળી છે. પરંતું રાષ્ટÙ પ્રત્યેની નિષ્ઠાને લઇને તેઓ પોતાના વિચારોને ક્્યારેય અટકાવ્યા નથી