સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સચીન જીઆઇડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી દાઝી જતા ૧૩ વર્ષના પ્રિન્સને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારમાં શોક છવાયો છે.
સુરતમાં સચીન જીઆઇડીસીમાં પતંગ ચગાવતા બાળકનું મોત નિપજ્યું છે. માહિતી મુજબ બન્યું એમ કે, ક્રિષ્નાનગરમાં ૧૩ વર્ષનો કિશોર પ્રિન્સ ધાબા પર પતંગ ચગાવતો હતો. દરમિયાન હાઈટેન્શનમાં પતંગની દોરી લાગી જતાં અચાનક ધડાકો થયો હતો. દરમિયાન પ્રિન્સ ગંભીર રીતે દાઝી ગયો હતો. નજીકના લોકોએ પ્રિન્સને ગંભીર હાલતમાં જાતાં પરિવારને જાણ કરી હતી.
પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નિપજતાં માતાપિતા ચોધાર આંસુએ રડતા જાવા મળ્યાં છે. પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.