મહેસાણામાં કડી ફાયર સ્ટેશનમાં આવેલી નવી એમ્બ્યુલન્સની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. ૨૪ કલાક હાજર સ્ટાફની વચ્ચે એમ્બ્યુલન્સ ચોરાઈ જતા હોસ્પિટલમાં સુરક્ષા અંગે સવાલો પેદા થયા છે. કડી પોલીસે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ ઝડપી કરી છે.
મહેસાણામાં કડી તાલુકામાં વિસલપુર-આદુંદરા કેનાલ પર કડી ફાયર સ્ટેશનમાં આવેલી નવી એમ્બ્યુલન્સે પલટી ખાતા ચોરો ફરાર થયા હતા. દર્દીઓને સારવાર અર્થે લઈ જતી એમ્બ્યુલન્સને ચોર સ્ટાફની હાજરીમાં ચોરી કરી ભાગતા લોકોમાં સુરક્ષા અંગે પ્રશ્નો થવા લાગ્યા છે. તો ચોરી કરી ભાગતા ચોરે એમ્બ્યુલન્સ સહિત પલટી ખાધી હતી અને ચોરો રસ્તે મૂકી ભાગતા થયા હતા. ૨૪ કલાક સ્ટાફની હાજરીમાં ચોરોએ ચોરી કરતા બેદરકારી પણ સામે આવી છે.
અગાઉ હિંમતનગર સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી મફત સેવા આપતી એમ્બ્યુલન્સની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. હોÂસ્પટલના પા‹કગમાંથી અજાણ્યા ઈસમે ગણતરીની મિનિટોમાં ૧૦ લાખની એમ્બ્યુલન્સની ચોરી કરતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા હતા. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી જીવનદાન આપતી તેમજ ગુજરાત સરકાર તરફથી મફત સેવા પૂરી પાડતી એમ્બ્યુલન્સની ચોરી થતાં હોસ્પિટલ તંત્ર, સ્ટાફ તેમજ લોકોમાં ચકચાર મચવા પામી છે. મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ગોઠવેલી એમ્બ્યુલન્સની અજાણ્યા ઈસમે ૧૫ મિનિટમાં જ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ હોસ્પિટલને થતાં હિંમતનગર પોલીસને જાણ કરી હતી