ખાંભાના મોટા બારમણ ગામે એક યુવકને તાવ આવતો હોવાથી મજૂરીએ ગયો નહોતો. જેનું મનદુખ રાખી તેને જેમ ફાવે તેમ ગાળો આપી મુંઢ માર માર્યો હતો. બનાવ અંગે રાજેશભાઈ બળવંતભાઈ શેખા (ઉ.વ.૩૨)એ કનુભાઇ નાનજીભાઇ જોગદિયા, દયાબેન કનુભાઇ જોગદીયા તથા જીવુબેન કનુભાઇ જોગદિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બે દિવસ પહેલા તેમને કડીયા કામે તેની સાથે મજૂરીએ બોલાવ્યો હતો. બે દિવસથી તેને તાવ આવતો હોવાથી કડીયા કામે ગયા નહોતા. જે વાતનું મનદુઃખ રાખી ત્રણેય આરોપીઓએ તેમને જેમ ફાવે તેમ ગાળો આપી મુંઢ માર માર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના આભાર – નિહારીકા રવિયા એએસઆઈ બી એમ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.