જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વચ્છાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા અદાલત અમરેલી તથા જિલ્લાના દરેક તાલુકાની કોર્ટોમાં આગામી તા. ર૬-જૂન ને રવિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાનાર છે. જેમાં ક્રિમિનલ ડિસપ્યુટ, લેબર ડિસપ્યુટ, લેન્ડ એક્વીઝિશન કેસો, ઇલેક્ટ્રીસિટી અને વોટર બીલ્સ (નોન કમ્પાઉન્ડેબલ) કેસો અને સર્વિસ મેટર રિલેટીંગ પે એન્ડ એલાઉન્સ, રેવન્યુ કેસો તથા અન્ય સિવિલ કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે. કોઇ પક્ષકારો તેમના કોર્ટમાં ચાલતા કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવા ઇચ્છતા હોય તેઓએ જિલ્લા કાનૂની સેવા સમિતિ, સિવિલ કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે.