સુરત ખાતે સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર રહેના મહિલા સંગીતાબેન ખૂંટનું સન્માન કરવામાં આવ્યુ હતુ. સન્માન બાદ સંગીતાબેને જણાવ્યુ હતુ કે, એમના સાસુ હંસાબેન દ્વારા એમને પ્રેરણા મળી કે વૃદ્ધ વડીલોનું કોણ, ત્યારે તેઓએ ફૂટપાથ પરના ગરીબોને જમાડવાથી શરૂઆત કરી આ સમયગાળા દરમિયાન સમાજમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં તેઓ પહોંચી જતા તેમજ ૧૦ વડીલોથી એમણે
વૃદ્ધાશ્રમની શરૂઆત કરી અને આ પ્રતિજ્ઞા વૃદ્ધાશ્રમ આજે એક
વટવૃક્ષ બની ગયું છે, જ્યાં વડીલોને ઘરના માહોલની જેમ ખુશ રાખવામાં આવે છે, આ ઉપરાંત ત્યાં બાળકોને પણ રાખવામાં આવે છે અને એ બાળકોનો ભણવાનો ખર્ચો પણ સંસ્થા દ્વારા ભોગવવામાંં આવે છે સખત મહેનત કરતા લોખંડી મહિલા સંગીતાબેન ખુબ ખુબ પ્રગતિ કરે એવી સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્‌સ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશનના સોનલબેન ડાંગરિયા અને તેમની ટીમે આ સેવાકીય કાર્ય બદલ શુભેચ્છા પાઠવી હતી.