ગુજરાતમાં નશીલા પદાર્થો સામે કડક પગલાં લઈને એટીએસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેથી નાર્કોટિક્સ ગુનાઓ પર નિયંત્રણ કરી શકાય. આ અનુસંધાને ગુજરાત છ્જીએ કચ્છમાંથી વર્ષ ૨૦૧૯માં પકડેલા ૯૭ લાખના ડ્રગ્સના મામલે આજે ભુજની સ્પેશ્યલ કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો હતો. સ્પેશ્યલ કોર્ટે ૩ આરોપીઓને રૂપિયા ૨ લાખનો દંડ અને ૨૦ વર્ષની સજા ફટકારી હતી.વર્ષ ૨૦૧૯માં ગુજરાત એટીએસ દ્વારા બાતમી મળી હતી કે માંડવીથી કોડાઇ ત્રણ રસ્તા તરફ ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર નાકાબંધી કરીને બાઈક પર જતા બે શખ્સોને અટાવ્યા હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી ૯૭ લાખ રૂપિયાની ૯૭૬ ગ્રામ બ્રાઉન સુગર/હેરોઈન મળી આવ્યું હતું. નાદીર હુસૈન અને ઉમર હુસૈન નામના બે શખ્સોની પૂછપરછ કરતા તેમણે માંડવીના ઈમરાન નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હોવાનું જણાવ્યું હતું, જે બાદ એટીએસ ઇમરાનની તેના ઘરે પહોંચી હતી અને તેની અટકાત કરી હતી. આ ઉપરાંત એટીએસને ઈમરાનના માસીના મકાનમાંથી વધુ ૯૬૫ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.આ મામલે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેને કેસ ભુજની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. કેસ સુનાવણી બાદ કોર્ટના અધિક સેશન્સ જજે તમામ આરોપીઓને એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૧(સી) અને ૨૯ હેઠળ સજાને પાત્ર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨ લાખ રૂપિયાનો દંડ ભરવાની સજા ફટકારી હતી. જા દંડ ન ભરે તો વધુ ૨ વર્ષની સખત કેદની સજા કરી હતી








































