અવકાશમાંથી આવતાં એક અનિચ્છનીય મહેમાન પૃથ્વીને સંકટમાં મૂકી છે. આ સામાન્ય કરતાં ઘણાં મોટા કદની ઉલ્કા છે, જે પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યી છે. તેની સાઈઝ ૬૦ માળની ઈમારત જેટલી મોટી છે. ૧૫ સપ્ટેમ્બરે તે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. જા તેની દિશામાં થોડો પણ ફેરફાર થાય તો પૃથ્વી જાખમમાં આવી શકે છે.
આ ઉલ્કાને ‘ ૨૦૨૪ – ઓન ‘ નામ આપવામાં આવ્યું છે. નાસાના ‘નિયર અર્થ ઓબ્જેક્ટ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ’ દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ વિશ્વભરનાં અંતરિક્ષ સંશોધન એજન્સીઓ સતર્ક બની છે. બીએચયૂના ખગોળશાઓ પણ પૃથ્વીની વર્તમાન સ્થતિ અને આ અવકાશી પદાર્થના આકાર, પ્રકાર અને ગતિનો અભ્યાસ કરી રહ્યાં છે.
બનારસના યુવા ખગોળશા વેદાંત પાંડેએ જણાવ્યું કે આ ઉલ્કા પૃથ્વીથી લગભગ ૬.૨લાખ માઈલના અંતરેથી પસાર થશે, જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનાં અંતર કરતાં બમણું છે. પરંતુ રૂટમાં થોડો ફેરફાર પણ અત્યંત જાખમી બની શકે છે. બીએચયૂના ખગોળશા ડો. કુંવર અલકેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે અત્યાર સુધીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ઉલ્કાની ગતિ ૨૫ હજાર માઈલ પ્રતિ કલાક છે. ઉલ્કા રસ્તો બદલશે તો નાસા ચેતવણી આપશે છેલ્લાં કેટલાક અઠવાડિયાથી અમેરિકન સ્પેસ એજન્સી નાસા દરેક સેક્ધડે ‘૨૦૨૪ ઓન’ પર નજર રાખી રહી છે. આ ઉલ્કાની ગતિ, કદ અને માર્ગ પર નજર રાખવામાં આવી રહી છે. નાસા ચેતવણી આપશે કે જા તેનાં માર્ગ અથવા દિશામાં સહેજ પણ ફેરફાર થશે અને તેનાં માર્ગને બદલવાના પ્રયાસો પણ કરવામાં આવશે. હજી સુધી આ અવકાશી પદાર્થ હજી તેનાં માર્ગ પર છે. જા આ પદાર્થ પૃથ્વીની ખૂબ નજીક આવે તો શું નુકસાન થશે તેનું પણ વૈજ્ઞાનિકો મૂલ્યાંકન કરી રહ્યાં છે.