બોલીવુડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર અને તેમના પુત્ર તુષાર કપૂરે મુંબઈમાં તેમની એક કોમર્શિયલ મિલકત જાપાનના એનટીટી ગ્રુપના એકમને ૫૫૯ કરોડમાં વેચી દીધી છે. અહેવાલો અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ ૧,૫૦૦ થી ૧,૬૦૦ કરોડની વચ્ચે છે. તેમનો પુત્ર, તુષાર, એક અભિનેતા છે, અને તેમની પુત્રી, એકતા કપૂર, એક પ્રખ્યાત ટીવી નિર્માતા છે. તુષારની કુલ સંપત્તિ ૯૦ થી ૧૦૦ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. એકતા પાસે પણ ૧૧૫ કરોડની કુલ સંપત્તિ છે.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ સ્ક્વેર યાર્ડ્સ દ્વારા શેર કરાયેલા નોંધણી દસ્તાવેજા અનુસાર, એનટીટી ગ્લોબલ ડેટા સેન્ટર્સે તુષાર ઇન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી બાલાજી આઇટી પાર્કમાં ૫૫૯.૨૪ કરોડમાં ૩૦,૧૯૫ ચોરસ મીટરથી વધુ જગ્યા ખરીદી હતી. તુષાર ઇન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ તુષાર કપૂર અને જીતેન્દ્રની માલિકીની છે. નોંધણી ૯ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ કરવામાં આવી હતી.
દસ્તાવેજા અનુસાર, આમાં ૧૦ માળની ઇમારત,ડીસી-૧૦” ની ખરીદીનો સમાવેશ થાય છે, જેમાં ડેટા સેન્ટર ધરાવતો ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપનગરીય ચાંદિવલી Âસ્થત આઇટી પાર્કમાં બાજુમાં ચાર માળનું “ડીઝલ જનરેટર” માળખું શામેલ છે. સરકારના ૨૦૨૪ ના પ્રસ્તાવ મુજબ, આ વેચાણ પર કોઈ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાપાત્ર રહેશે નહીં.૫.૫૯ લાખનો મેટ્રો સેસ પહેલાથી જ ચૂકવવામાં આવ્યો છે. સલાહકારે જણાવ્યું હતું કે ગયા વર્ષે મે ૨૦૨૫ માં ૮૫૫ કરોડનો સોદો પણ નોંધાયો હતો.
સેલિબ્રિટી નેટ વર્થ વેબસાઇટ અનુસાર, જીતેન્દ્રની કુલ સંપત્તિ ઇં૨૦૦ મિલિયન અથવા આશરે ૧,૬૦૦-૧,૭૦૦ કરોડ હોવાનો અંદાજ છે. તેમણે ૧૯૬૦ અને ૧૯૮૦ ના દાયકા વચ્ચે ૨૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને એક પ્રખ્યાત અભિનેતા હતા. તેમની પાસે આવકના અનેક †ોત છે, જેમાં બાલાજી ટેલિફિલ્મ્સ અને પ્રોડક્શન્સ, રિયલ એસ્ટેટ રોકાણો અને અન્ય રોકાણોનો સમાવેશ થાય છે. તેમણે અંધેરીમાં ૮૫૫ કરોડની મિલકત વેચી દીધી. હવે, તેમણે ૫૫૯ કરોડની ચાંદિવલીમાં એક કોમર્શિયલ મિલકત વેચી દીધી છે.












































