છેલ્લા ૪ દિવસમાં બલુચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં લગભગ ૭૦ હુમલા કરવામાં આવ્યા છે. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે આ બધા હુમલાઓની જવાબદારી લીધી છે. જેને ‘ઓપરેશન બામ’નો એક ભાગ ગણાવવામાં આવ્યો છે. ૮ જુલાઈના રોજ,બીએલએફએ તેની શરૂઆતની જાહેરાત કરી હતી, ત્યારથી સતત હુમલાઓ ચાલુ છે.

શુક્રવારે પંજાબમાં અજાણ્યા બંદૂકધારીઓએ બસોમાંથી નવ મુસાફરોનું અપહરણ કરીને તેમની હત્યા કરી દીધી હતી, આ ઘટનાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી. જોકે, પાકિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે આ ઘટના પાછળ ફિત્ના અલ-હિન્દુસ્તાનનો હાથ છે. બલુચિસ્તાનના સીએમ મીર સરફરાઝે આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. બીજી તરફ, પીએમ શાહબાઝના કાર્યાલયમાંથી જારી કરાયેલા એક નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમે એકતા અને તાકાતથી આતંકવાદના અભિશાપનો સામનો કરીશું. જાકે, એવું માનવામાં આવે છે કે આ ઘટના પણ બીએલએફ દ્વારા જ અંજામ આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં સંગઠનના પ્રવક્તા મેજર ગ્વાહરામ બલોચ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બીએલએફએ તેના લશ્કરી ઓપરેશન ઓપરેશન બામના ૮૦ ટકા લક્ષ્યોને માત્ર ૪ દિવસમાં પૂર્ણ કરી લીધા છે.

બલોચ લિબરેશન ફ્રન્ટે ૮ જુલાઈએ ઓપરેશન બામ શરૂ કર્યું છે. આ પાકિસ્તાની સરકાર વિરુદ્ધ જાહેર કરાયેલું અભિયાન છે, જેને બલોચ રાષ્ટ્રીય મુક્તિ સંગ્રામની નવી સવાર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન હેઠળ,  એ મકરાન દરિયાકાંઠાના વિસ્તારથી કોહ-એ-સુલેમાન પર્વત સુધી સતત અને ઘાતક હુમલાઓ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.બીએલએફ પ્રવક્તા ગ્વાહરામ બલોચને ટાંકીને જિયો ન્યૂઝમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ઓપરેશનનો હેતુ એ બતાવવાનો છે કે બલોચ લડવૈયાઓ મોટા પ્રદેશ પર કામગીરી કરવા સક્ષમ છે.

ઓપરેશન બામ શરૂ થયાના થોડા કલાકોમાં, બલૂચ લિબરેશન ફ્રન્ટે પંજપુર, સુર્બ, કેચ અને ખારાનમાં ૧૭ હુમલાઓની જવાબદારી લીધી.અહેવાલમાં મેજર ગ્વાહરામને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં ૭૦ થી વધુ હુમલા કરવામાં આવ્યા છે. બલૂચે આ ઓપરેશનમાં સુરક્ષા દળો અને પાકિસ્તાનના આર્થિક હિતોને નિશાન બનાવ્યા છે. આ હુમલાઓએ કનેકટીવિટી અને રેલ સેવાઓ ખોરવી નાખી છે. આ ઉપરાંત, ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના મુખ્ય ભાગોને પણ અવરોધિત કરવામાં આવ્યા છે.

બલૂચ લિબરેશન ફ્રન્ટ બલૂચિસ્તાન માટે સ્વતંત્રતા ઇચ્છે છે. આ જૂથ ૧૯૬૪ થી પાકિસ્તાન પર પ્રદેશના સંસાધનો પર કબજા કરીને અહીંના લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી રહ્યું છે. હકીકતમાં, બ્રિટિશ ભારતથી સ્વતંત્રતા પછી બલૂચિસ્તાનને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું, જોકે ૧૯૪૮ પછી તેને પાકિસ્તાનમાં સમાવવામાં આવ્યું હતું. ઘણા દાયકાઓથી, અહીંના લોકો સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે.