૧૫ કરતા પણ વધુ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ લોકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે. શોના દરેક પાત્રએ દર્શકોના મન પર છાપ છોડી છે. તેમાંનું એક ગજબનું લોકપ્રિય પાત્ર છે દયાબેન. દિશા વાકાણીએ દયાબેનની ભૂમિકામાં જીવ રેડી દીધો હતો. પરંતુ છેલ્લા છ વર્ષથી દિશા વાકાણી શોમાં જાવા મળતી નથી. જ્યાં એકબાજુ મેકર્સ હજુ સુધી દિશા વાકાણીની જગ્યાએ દયાબેન માટે કોઈ અન્ય અભિનેત્રીને શોધી શક્યા નથી ત્યાં બીજી બાજુ તારક મહેતા…માં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિત્રિએ એક મોટો દાવો કર્યો છે.
વાત જાણે એમ છે કે જેનિફર મિત્રિનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દયાબેનના રિપ્લેસમેન્ટ પર મોટો દાવો કરતી જાવા મળે છે. ઇીઙ્ઘઙ્ઘૈં પર જે વીડિયોની ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં જેનિફર મિત્રિ એવું કહેતી જાવા મળે છે કે- ‘તે ૧૦૦ ટકા દયા છે. એક બીચારી છોકરીને તો ખબર છે કે ૩ વર્ષથી તેનું ઓડિશન લે છે. દિલ્હીથી તેને બોલાવે છે. ફક્ત વાત એ છે કે તે યંગ છે. મને લાગે છે તે ૨૮-૨૯ વર્ષની હશે. બહુ એજ ગેપ દેખાશે એમ કરીને તેનું ન થયું….’
જેનિફર વીડિયોમાં કહેતી જાવા મળે છે કે- પરંતુ બિલકુલ દિશા. તેનું અમારી સાથે મોક શૂટ થયું છે. અમારું દિલિપજીનું, અમિતનું, ટપ્પુ સેનાનું, બધાનું અલગ અલગ થયું છે. જેનિફરનું કહેવું છે કે જા ૧ સેકન્ડ માટે તમે આંખ બંધ કરી લો અને તેને સાંભળશો તો તમને કોઈ ફરક લાગશે નહીં. જા કે જેનિફરે તે છોકરીનું નામ રિવિલ કર્યું નથી. જા કે તેના આ વાયરલ વીડિયો બાદ ફેન્સ તો ખુશ થઈ ગયા છે. અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવાનાર અભિનેત્રી દિશા વાકાણી વર્ષ ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગઈ હતી. ત્યારબાદ અભિનેત્રી હજુ સુધી પાછી ફરી નથી.