૨૬ નવેમ્બર, ૨૦૦૮ ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની ૧૭મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે, મુંબઈ હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને યાદ કરવા માટે મુંબઈના ગેટવે ઓફ યુકતી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ લોકોને આતંકવાદ સામે લડવાના તેમના વચનને ફરીથી વ્યક્ત કરવાની અપીલ કરી હતી. રાજ્યસભાના સાંસદ ઉજ્જવલ નિકમે મુંબઈ હુમલા પર પાકિસ્તાનના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનને નાણાકીય સહાય બંધ કરવાની અપીલ કરી હતી.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને દેશવાસીઓને આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો સામે લડવાના તેમના વચનને ફરીથી મજબૂત કરવા કહ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર શેર કરેલી એક પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે દેશ તેમના સર્વોચ્ચ બલિદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. રાષ્ટ્રપતિએ લખ્યું, “૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પર, હું આપણા દેશના લોકોની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. રાષ્ટ્ર તેમના સર્વોચ્ચ બલિદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. ચાલો આપણે તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદ સામે લડવાની આપણી પ્રતિબદ્ધતાને ફરીથી મજબૂત કરીએ. સાથે મળીને, આપણે પ્રગતિના માર્ગ પર આગળ વધીએ અને એક મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવાનો સંકલ્પ કરીએ.”પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના દસ આતંકવાદીઓ ૨૬ નવેમ્બર, ૨૦૦૮ ના રોજ મુદ્ર માર્ગે મુંબઈ પહોંચ્યા હતા અને ૬૦ કલાકના ઘેરાબંધી દરમિયાન ૧૮ સુરક્ષા કર્મચારીઓ સહિત ૧૬૬ લોકોને મારી નાખ્યા હતા.રાજ્યસભાના સાંસદ અને મુંબઈ હુમલાના ભૂતપૂર્વ ફરિયાદી ઉજ્જવલ નિકમે મુંબઈ હુમલાની વર્ષગાંઠ પર કહ્યું હતું કે, “હુમલાને ૧૭ વર્ષ વીતી ગયા છે. દરેક ભારતીય આ દિવસને યાદ કરે છે.” મને યાદ છે કે જ્યારે અમે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, ત્યારે અમારી સરકારે મુંબઈ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમે જવાબદારો અને કાવતરાખોરો સામે લેવામાં આવેલી કાર્યવાહી વિશે પૂછપરછ કરી હતી. તેઓએ કેટલાક લોકોની ધરપકડ કરી હતી, પરંતુ તેમની સામે ચાલી રહેલા કેસ વિશે કોઈ માહિતી નથી. પાકિસ્તાને ક્્યારેય આ વિશે કંઈ જાહેર કર્યું નથી.ઉજ્જવલ નિકમે કહ્યું, “લોકોને હજુ પણ ખબર નથી કે મુંબઈ હુમલાના ગુનેગારોનું શું થયું. જ્યારે અમે હાફિઝ સઈદ અને ઝકીઉર રહેમાન લખવીની ધરપકડ ન થવા અંગે પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે પુરાવા માંગ્યા. અમે ડેવિડ હેડલીનું નિવેદન રેકોર્ડ કર્યું, અને તેણે સ્પષ્ટપણે મુંબઈ હુમલા પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી,આઇએસઆઇ અને લશ્કર-એ-તૈયબા વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કર્યો. અમે બધા ડોઝિયર્સ પાકિસ્તાનને મોકલ્યા, પરંતુ તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. પાકિસ્તાન ચૂપ છે. જા પાકિસ્તાની સરકાર લોકશાહીમાં માને છે, તો તેઓ શેનાથી ડરે છે?”








































