બોલિવૂડના આઇકોનિક એક્ટર અમિતાભ બચ્ચને પાંચ દાયકાથી વધુ સમય સુધી પોતાના શાનદાર અભિનયથી સિલ્વર સ્ક્રીન પર રાજ કર્યું છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને તેમનો ૮૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. અમિતાભ બચ્ચન બોલિવૂડના સૌથી મોટા સ્ટાર છે અને તેમણે સેંકડો ફિલ્મોમાં પોતાની શક્તિ બતાવી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચને ભોજપુરી સિનેમામાં પણ કામ કર્યું છે. અમિતાભ બચ્ચનની અભિનય શક્તિ ૧ નહીં પરંતુ ૩ ભોજપુરી ફિલ્મોમાં જાવા મળી છે. અમિતાભ બચ્ચને પણ પોતાના મેક-અપ મેનના કહેવા પર ભોજપુરી સિનેમામાં કામ કરવાનો નિર્ણય લીધો હતો.
તેમની દીપક સાવંત સાથે સારી મિત્રતા છે, જેઓ અમિતાભ બચ્ચનના લાંબા સમયથી મેકઅપ મેન હતા. બંને લગભગ ૩૦ વર્ષથી સાથે કામ કરી રહ્યા છે. દીપિક સાવંતના આગ્રહ પર જ અમિતાભ બચ્ચને ૧ નહીં પરંતુ ૩ ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. દીપક સાવંતે જ આ ભોજપુરી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનને કાસ્ટ કર્યા હતા. આ ફિલ્મોના નામ હતા ‘ગંગા’, ‘ગંગોત્રી’ અને ‘ગંગા દેવી’. આ ફિલ્મોમાં અમિતાભ બચ્ચને પોતાની અભિનયની કૌશલ્ય દેખાડી હતી. ચાહકોને પણ અમિતાભ બચ્ચનની આ ફિલ્મો ઘણી પસંદ આવી હતી. જાકે, આ ત્રણ ફિલ્મો પછી અમિતાભ બચ્ચને ક્યારેય ભોજપુરી સિનેમા તરફ પાછું વળીને જાયું નથી.
અમિતાભ બચ્ચન અત્યારે બોલિવૂડના સૌથી મોટા લિવિંગ લિજેન્ડ છે. ૮૨ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન હજુ પણ પોતાની અભિનય શક્તિ દેખાડી રહ્યા છે. આ વર્ષ ૨૦૨૪માં અમિતાભ બચ્ચને અત્યાર સુધીમાં ૭ ફિલ્મોમાં કામ કર્યું છે. અમિતાભ બચ્ચન હાલમાં જ રજનીકાંત સાથે સાઉથની ફિલ્મ ‘વેટ્ટિયન’માં જાવા મળ્યા હતા. આ સાથે અમિતાભ બચ્ચને બી હેપ્પી અને રિયલ સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં પોતાની અભિનયની કૌશલ્ય દેખાડી છે.