મુંબઈ ટ્રાફિક પોલીસને ધમકીભર્યો સંદેશ મળ્યો છે. સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં અલગ અલગ વાહનોમાં માનવ બોમ્બ લગાવવામાં આવ્યા છે. સંદેશમાં એવું પણ લખ્યું હતું કે ૧૪ પાકિસ્તાની આતંકવાદીઓ દેશમાં ઘૂસી ગયા છે. ધમકીભર્યો સંદેશ મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્‌સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો. ગણેશોત્સવ અને અનંત ચતુર્દશીને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. આ સંદેશની તપાસ કરવામાં આવી રહી છે. સંદેશ ક્યાંથી અને કોણે મોકલ્યો? આ પણ શોધી કાઢવામાં આવી રહ્યું છે.મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈ ટ્રાફિક પોલીસને તેમના સત્તાવાર વોટ્‌સએપ નંબર પર ધમકીઓ મળી છે. ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં ૩૪ વાહનોમાં ૩૪ ‘માનવ બોમ્બ’ લગાવવામાં આવ્યા છે. તેનો વિસ્ફોટ સમગ્ર મુંબઈને હચમચાવી નાખશે. ‘લશ્કર-એ-જેહાદી’ હોવાનો દાવો કરતી આ સંસ્થાએ દાવો કર્યો હતો કે ૧૪ પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. ધમકીભર્યા સંદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટમાં ૪૦૦ કિલો આરડીએકસનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈ પોલીસ સતર્ક છે અને રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવના દસમા અને છેલ્લા દિવસે અનંત ચતુર્દશી પર મૂર્તિ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મુંબઈમાં ૨૧,૦૦૦ થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે. પહેલી વાર, પોલીસ રૂટ મેનેજમેન્ટ અને અન્ય ટ્રાફિક સંબંધિત અપડેટ્‌સ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. આ તૈનાતમાં ૧૨ વધારાના પોલીસ કમિશનર, ૪૦ ડેપ્યુટી કમિશનર, ૬૧ આસિસ્ટન્ટ કમિશનર, ૩,૦૦૦ અધિકારીઓ અને ૧૮,૦૦૦ પોલીસકર્મીઓનો સમાવેશ થશે. આ ઉપરાંત, રાજ્ય રિઝર્વ પોલીસ દળની ૧૪ કંપનીઓ, કેન્દ્રીય સશ† પોલીસ દળની ચાર કંપનીઓ, ઝડપી પ્રતિક્રિયા ટીમો અને બોમ્બ નિકાલ ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવશે.ગયા મહિનાની શરૂઆતમાં, નવી મુંબઈ પોલીસે મુંબઈ-અમદાવાદ ફ્લાઇટ પર બોમ્બ અને મહાનગરમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રિય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસમાં હ્લૈંઇ નોંધી હતી. પોલીસે જણાવ્યું હતું કે બુધવારે બપોરે ૨ થી ૨ઃ૩૦ વાગ્યાની વચ્ચે નવી મુંબઈના સંયુક્ત પોલીસ કમિશનરના કાર્યાલયમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનારાઓએ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ ફ્લાઇટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે બીજા ફોનમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ આંતરરાષ્ટ્રિય એરપોર્ટને સાંજે ૬ઃ૩૦ વાગ્યે ઉડાવી દેવામાં આવશે. જાકે, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી. જે મોબાઇલ નંબરો પરથી કોલ કરવામાં આવ્યા હતા તે ઓળખી કાઢવામાં આવ્યા હતા.