નર્મદા મા નર્મદા પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનો ૧૯ માર્ચથી પ્રારંભ થયો છે. ૧૨ દિવસમાં ૨ લાખ ભક્તોએ પરિક્રમા કરી છે. દુનિયામાં માત્ર આ એક જ નદી એવી પવિત્ર છે જેની પરિક્રમા થાય છે. નર્મદાના રામપુરાના કીડી મકોરી ઘાટથી મા નર્મદા પરિક્રમા પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ થયો છે. નર્મદામાં ઉત્તર દિશા તરફ વહેતી પુણ્ય સલીલામાં નર્મદાનું અનેરૂં મહાત્મ્ય છે. નર્મદા દર્શનથી પાપ નાશ થઇ જાય છે તેવી માન્યતા છે.
પુરાણોમાં દર્શાવેલી વાતો પ્રમાણે નર્મદાએ ભગવાન શિવની પુત્રી છે અને તે કુવારી છે એટલે કે સાગરમાં મળતી નથી અને આખા ભારતમાં આ એક એવી નદી છે કે જેની પરિક્રમા શક્ય છે અને આ પરિક્રમા કરી અનેક લોકો મનની શાંતિ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ પુરાણોમાં છે. ખાસ કરીને પંચકોસી નર્મદા પરિક્રમા ૧ દિવસમાં પૂરી કરી શકાય છે અને આ પરિક્રમા ચૈત્ર માસ માજ કરવામાં આવે છે. હાલ ભારતભરમાંથી માં નર્મદા ના ભક્તો દ્વારા ૨૧ દિવસ માટે પરિક્રમાનો પ્રારંભ નર્મદા જીલ્લાના ગરુડેશ્વરના પવિત્ર તટેથી કરવામાં આવ્યો છે જેમાં હજારો ભાવિકો જાડાય છે. આ પરિક્રમા રોજ ૨૧ કિલોમીટર રામપુરા માજ પૂર્ણ કરવામાં આવે છે અને એટલા માટે જ નર્મદા ભક્તો પુણ્ય કમાવવા અને નર્મદાની ભક્તિ કરવા માટે નર્મદા નદીની પરિક્રમા પગપાળા કરે છે. કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી,યમુનાનું આચમન કરવાથી જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી મળે છે.
નર્મદા નદીને પુરાણોમાં માનું સ્વરૂપ અપાયું છે અને એટલા માટે જ નર્મદા ભક્તો પુણ્ય કમાવવા અને નર્મદાની ભÂક્ત કરવા માટે નર્મદા નદીની પરિક્રમા પગપાળા કરે છે. નર્મદા નદીનું આવું ઘણું ધાર્મિક મહ¥વ હોવાના લીધે નર્મદા નદીની નર્મદા પરિક્રમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કરી રહ્યા છે.
જાકે, હાલ તંત્ર અને સ્થાનિકો દ્વારા મા નર્મદાની પરિક્રમા કરનારા ભક્તો માટે સ્પેશિયલ સુવિધાઓ કરવામાં આવી છે. જા કોઈ ભક્ત થાકી જાય એમના માટે આરામ કરવા ડોમ,આરોગ્ય સુવિધા,પીવાના પાણીની સુવિધા, હાલ ઉનાળાની ગરમી છે ત્યારે ૧૯ કિમિ ચાલતા ડીહાઇડ્રેશન થવાના બનાવો અનેક વાર બનેલા છે, જેને લઈ તિલકવાડા ગામના સ્થાનિકો દ્વારા લીંબુ સરબત અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરિક્રમા પૂર્ણ કરતા જે ભક્તો આવે છે એમના માટે જય ભોલે ગ્રૂપ દ્વારા નાસ્તો અને જમવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર, નર્મદા નદીની પરિક્રમા સૌ પ્રથમ માર્કેન્ડીય નામના ઋષિમુનીએ કરી હતી અને નર્મદા નદીની પરિક્રમા કરવાથી ૨૧ જન્મોનો મોક્ષ મળે છે તેમજ જીવનની કોઈ પણ તકલીફ હોય તે દુર થઇ જાય તેવી માન્યતા છે. નર્મદા જીલ્લામાં વહેતી નર્મદા નદીમાં પરિક્રમા કરવા ગુજરાત,મહારાસ્ટ્ર,મધ્યપ્રદેશના અનેક શ્રદ્ધાળુંઓ આવે છે. સફેદ અને ભગવાં વસ્ત્ર અને નર્મદે હરના નારા સાથે ૧૦-૧૫ના ગ્રુપમાં પરિક્રમાએ નીકળતા હોય છે.