ખાંભા-ઉના રોડ પર ચકરાવા ગામ નજીક બાઇક સ્લીપ થતાં સોહિલ ઇકબાલ શેખ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી જીતેશ કલસરિયા અને પાયલોટ જયદીપ રેણુકા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પ્રાથમિક સારવાર આપી દર્દીને ખાંભાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્‌યા હતા. હોસ્પિટલમાં દર્દીના કોઈ સગા હાજર ન હોવાથી ૧૦૮ ની ટીમે તેમની પાસે રહેલા અંદાજે રૂ.૩૦૮૦ રોકડા, એટીએમ અને ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ બે કિંમતી મોબાઇલ ફોન સાચવી રાખ્યા હતા. બાદમાં આ તમામ કિંમતી સામાન પરિવારજનોને સહીસલામત પરત સોંપી પ્રામાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.