સૈફ અલી ખાન પરના હુમલા કેસમાં, પોલીસ ટીમે હવે અભિનેતાની પત્ની અને અભિનેત્રી કરીના કપૂરનું નિવેદન નોંધ્યું છે, જે ક્રૂર હુમલા દરમિયાન ઘરમાં હાજર હતી. કરીનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે બાળકો અને મહિલાઓને ૧૨મા માળે મોકલી દેવામાં આવ્યા હતા. સૈફે મહિલાઓ અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે સૈફે દરમિયાનગીરી કરી ત્યારે હુમલાખોર જહાંગીર સુધી પહોંચી શક્યો નહીં. તેમણે કહ્યું કે હુમલાખોરે ઘરમાંથી કંઈ ચોરી નથી કરી, તે ખૂબ જ આક્રમક હતો. અભિનેત્રીએ કહ્યું, ‘તેણે સૈફ પર ઘણી વખત હુમલો કર્યો, હુમલા પછી હું ડરી ગઈ હતી, તેથી કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ.’
અધિકારીએ જણાવ્યું કે, કરીનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે સૈફ સાથેના ઝઘડા દરમિયાન, હુમલાખોર ખૂબ જ આક્રમક થઈ ગયો અને તેણે સૈફ પર અનેક વાર ચાકુ માર્યું. જોકે, તેણે ખુલ્લામાં રાખેલા દાગીનાને સ્પર્શ કર્યો ન હતો. તેમણે કહ્યું કે પોલીસે હજુ સુધી સફી અલી ખાનનું નિવેદન નોંધ્યું નથી. ઘટના પછી, કરીનાની બહેન, અભિનેત્રી કરિશ્મા કપૂર તેને ખાર સ્થિત તેના નિવાસસ્થાને લઈ ગઈ, એમ અધિકારીએ જણાવ્યું.
કરીનાએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે ચોરને ઘરમાં ઘૂસતા જોઈને ઘરની નોકરાણીએ ચીસો પાડવાનું શરૂ કર્યું, ત્યારબાદ સૈફ અને કરીના તેના રૂમ તરફ દોડી ગયા. કરીના ચિંતિત હતી, કારણ કે આ એ જ રૂમમાં હતો જ્યાં બાળક સૂતું હતું. જ્યારે ચોર ઘરમાં હતો ત્યારે તેણે કોઈ કિંમતી વસ્તુઓ કે ઘરેણાં ચોર્યા ન હતા. આરોપીએ ઘરમાં છરી બતાવીને કેરટેકર લીમાને ધમકી આપી અને ૧ કરોડ રૂપિયાની માંગણી કરી. ઘરમાં એક અજાણી વ્યક્તિને છરી સાથે જોયા પછી કરીના ડરી ગઈ.
સૈફ અલી ખાન પર હુમલા પછી, ઘરના સંભાળ રાખનાર અને કરીનાએ મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. તે ઘટના હજુ પણ કરીનાની નજર સામે છે. હવે, આ મામલે સૈફનું નિવેદન હજુ બહાર આવ્યું નથી. અગાઉ, પોલીસ દ્વારા નવા સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા છે. વીડિયોમાં દિવાને સ્ટાર સૈફ અલી ખાન પર હુમલો કર્યાના સાત કલાક પછી, શંકાસ્પદ વ્યક્તિ બાંદ્રાના દાદરના કબૂતર ખાના વિસ્તારમાં જાવા મળે છે. ત્યાં, તેણે એક મોબાઇલ દુકાનમાંથી હેડફોન ખરીદ્યા અને દુકાનમાં ગયો. પોલીસ રિપોર્ટમાં જણાવાયું છે કે તેણે સવારે ૯ વાગ્યે હેડફોન ખરીદ્યા હતા. ગઈકાલે રાત્રે લગભગ ૯ વાગ્યે, ક્રાઈમ બ્રાન્ચના ૧૫-૨૦ અધિકારીઓની ટીમ દુકાન પર પહોંચી ત્યારે ફૂટેજ મેળવવામાં આવ્યું.