જનતા ઉન્નયન પાર્ટીના પ્રમુખ હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી પર વળતો પ્રહાર કર્યો છે. હુમાયુ કબીરે કહ્યું કે વિપક્ષના નેતાને ખબર નથી કે મેં બાંગ્લાદેશમાં ૭ નહીં, ૧૨ દિવસ ગાળ્યા. તેમને સાચી માહિતી ખબર નથી, પણ હું તેને સુધારીશ. જો જરૂરી હોય તો તપાસ એજન્સીઓને તપાસ માટે મોકલો. હું તેના માટે તૈયાર છું. એ નોંધવું જોઈએ કે આ વિવાદ બાબરી મસ્જીદ અને તેના માટે એકત્રિત કરવામાં આવતા ભંડોળના વિવાદથી ઉદ્ભવ્યો છે.
ટીએમસીના સસ્પેન્ડેડ ધારાસભ્ય અને જનતા ઉન્નયન પાર્ટીના વડા હુમાયુ કબીરે કહ્યું કે ભાજપ દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા બાબરી યાત્રાની નકલ છે. નોંધવું જાઈએ કે વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે હુમાયુ કબીરે બાબરના નામે મસ્જીદનો શિલાન્યાસ કરતા અને નવી પાર્ટી બનાવતા પહેલા બાંગ્લાદેશમાં ૭ દિવસ ગાળ્યા હતા. આ મામલાની તપાસ થવી જોઈએ.
સુવેન્દુ અધિકારીએ હુમાયુ કબીરની મુલાકાતોના સ્થળો, મસ્જીદના નિર્માણ માટે તેમને મળેલા કરોડો રૂપિયામાંથી કેટલા બાંગ્લાદેશથી આવ્યા અને ભંડોળ કોણે પૂરું પાડ્યું તેની તપાસની માંગ કરી. તેમણે માંગ કરી કે સ્ટેટ બેંકે યાદી જાહેર કરવી જોઈએ. મમતા બેનર્જીએ વાડ માટે મ્જીહ્લને જમીન આપવાનો ઇનકાર કર્યો તે પાછળનો હેતુ બધા જાણે છે.
નોંધનીય છે કે હુમાયુ કબીરે ગયા વર્ષે ૬ ડિસેમ્બરે મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જીદનો શિલાન્યાસ કર્યો હતો. તે મસ્જીદનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. હુમાયુ કબીર મસ્જીદના બાંધકામનું નિરીક્ષણ કરી રહ્યા છે.
આ બાબરી મસ્જીદનો શિલાન્યાસ બેલડાંગામાં નેશનલ હાઇવે ૧૨ નજીક એક મુખ્ય સ્થાન પર કરવામાં આવ્યો હતો. મુસ્જીમ સમુદાયના સભ્યો તે સ્થળે બાબરી મસ્જીદના નિર્માણથી ખુશ છે. તેમના મતે, શરૂઆતમાં બાબરી મસ્જીદ તોડી પાડવામાં આવી હતી, પરંતુ હવે તેઓ ખુશ છે કે બાબરી મસ્જીદનું બાંધકામ શરૂ થઈ ગયું છે.








































