દિગ્ગજ ઉદ્યોગપતિ અને મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના ‘સી વિંડ’વાળા ઘર બહાર અચાનક હલચલ વધી ગઈ. સીબીઆઈની ટીમે દેશના સૌથી ચર્ચિત અને એક સમયે દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં જેમની ગણતરી થતી હતી કે અનિલ અંબાણીના ઘરની અંદર દાખલ થયા અને  સમાચાર આવ્યા કે ૨૦૦૦ કરોડના બેંક ફ્રોડના મામલે સીબીઆઈની ટીમો દરોડા પાડી રહી છે. સીબીઆઈએ આ મામલે એફઆઈઆર નોંધ્યા બાદ દરોડા પાડ્યા. સમાચાર આગની જેમ ફેલાયા અને દેશભરના મીડિયાવાળા તેમના ઘરની બહાર પહોંચી ગયા. ૨૪ કલાક બાદ અનિલ અંબાણીનું મૌન તૂટ્યું અને તેમના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું.અનિલ અંબાણી તરફથી ૨૪ કલાકના સન્નાટા  બાદ એક જવાબ આપ્યો  જે સ્પષ્ટતા નહીં પરંતુ એક સીધેસીધો પલટવાર છે. અનિલ અંબાણીના પ્રવક્તાએ દરોડાથી લઈને એફઆઇઆર સુધી દરેક સવાલના જવાબ આપવાની કોશિશ કરી છે. તેમણે ૫ મોટા તર્ક આપ્યા છે.અનિલ અંબાણી તરફથી બહાર પડેલા નિવેદનમાં સૌથી પહેલા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે આ મામલો ખુબ જૂનો છે. તેમના પ્રવક્તાએ કહ્યું કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ ફરિયાદ ૧૦ વર્ષથી પણ જૂના કેસો સંલગ્ન છે. તેનો અર્થ એ થયો કે આ કોઈ નવું ફ્રોડ નથી. ઉલ્ટું એક દાયકા જૂની લેવડદેવડનો મામલો છે જેને હવે ઉઠાવવામાં આવ્યો છે.અનિલ અંબાણીએ પોતાની ભૂમિકા વિશે મોટો દાવો કર્યો છે. તેમના પ્રવક્તાના જણાવ્યાં મુજબ જે સમયની આ વાત છે, શ્રી અંબાણી કંપનીમાં એક નોન એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર હતા, જેમની કંપનીના રોજબરોજના મેનેજમેન્ટમાં કોઈ ભૂમિકા નહતી. આમ કહીને તેમણે પોતાને  કંપનીના દરરોજના નિર્ણયોથી અલગ કરી દીધા.આ નિવેદનનો સૌથી તીખો અને ભાવનાત્મક હિસ્સો છે. તેમાં સીધી રીતે જીમ્ૈં પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. પ્રવક્તાએ કહ્યું કે, એ ધ્યાન રાખવું જરૂરી છે કે એસબીઆઇએ પોતાના જ આદેશથી ૫ અન્ય નોન એક્ઝીકયુંટિવ ડાયરેક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી પાછી ખેંચી છે. આમ છતાં શ્રી અંબાણીને જાણી જાઈને નિશાન બનાવવામાં આવ્યા છે.નિવેદનમાં એ પણ યાદ અપાવ્યું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ હવે અંબાણીના કંટ્રોલમાં નથી. હલ રિલાયન્સ કોમ્યુનિકેશન્સને એસબીઆઇ  ના નેતૃત્વવાળી લેણદારોની સમિતિની દેખરેખ હેઠળ ચલાવવામાં આવી રહી છે. આ મામલો છેલ્લા ૬ વર્ષથી એનસીએલટી અને સુપ્રીમ કોર્ટ સહિત અનેક કોર્ટોમાં ચાલુ છે.અંતે અનિલ અંબાણીએ તમામ આરોપો ફગાવી દીધા. પ્રવક્તાએ કહ્યું કે શ્રી અંબાણી તમામ આરોપોને દ્રઢતાથી ફગાવે છે અને કાનૂની રીતે પોતાનો બચાવ કરશે.આ મામલે એક બાજુ દેશની સૌથી મોટી તપાસ એજન્સી અને સૌથી મોટી બેંક એસબીઆઇ છે, જેમની પાસે ૨૦૦૦ કરોડ રૂપિયાના ફ્રોડનો આરોપ છે. બીજી બાજુ અર્શથી ફર્શ પર પહોંચેલા એક ઉદ્યોગપતિની દલીલો છે જે કહે છે કે આ એક દાયકા જૂના કેસમાં તેમને જાણી જાઈને ફસાવવાનું ષડયંત્ર છે. આ લડાઈ હવે ફક્ત કંપનીઓ અને પૈસાની નહીં પરંતુ શાખ અને અસ્તિત્વની બની ગઈ છે. જેનો નિર્ણય હવે દેશની કોર્ટ કરશે.