કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ગુરુવારે રાજ્ય વિધાનસભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રાર્થના ગીત ‘નમસ્તે સદા વાત્સલે માતૃભુમે…’ ની કેટલીક પંક્તિઓ વાંચી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ભાજપ હવે આ વીડિયોને લઈને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. શુક્રવારે, ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેના મોટાભાગના નેતાઓ હવે આરએસએસની પ્રશંસા કરી રહ્યા છે. તે જ સમયે, વિવાદ વધતાં, ડીકે શિવકુમારે પોતાનો ખુલાસો રજૂ કરવો પડ્યો.ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ ટવીટર પર કહ્યું, “નમસ્તે સદા વાત્સલે માતૃભુમે… ગઈકાલે કર્ણાટક વિધાનસભામાં ડીકે શિવકુમાર ઇજીજી પ્રાર્થના ગીત ગાતા જાવા મળ્યા હતા. રાહુલ ગાંધી અને ગાંધી વાડ્રા પરિવારના નજીકના સાથી હવે સીધા આઇસીયુ/કોમા મોડમાં છે.” ભંડારીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં વડા પ્રધાન દ્વારા આરએસએસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેની કોંગ્રેસની ટીકાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસમાં આંતરિક મતભેદો તરફ પણ ધ્યાન દોર્યું અને આરોપ લગાવ્યો કે પાર્ટીમાં કોઈ પણ તેના સાંસદ રાહુલ ગાંધીને “ગંભીરતાથી” લેતું નથી.શિવકુમારે વીડિયો પરના વિવાદ પર પોતાનો વલણ સ્પષ્ટ કરતા કહ્યું, “હું જન્મજાત કોંગ્રેસી છું. એક નેતા તરીકે, મારે મારા વિરોધીઓ અને મિત્રોને જાણવું જાઈએ. મેં તેમના વિશે અભ્યાસ કર્યો છે. (ભાજપ સાથે) હાથ મિલાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું કોંગ્રેસનું નેતૃત્વ કરીશ. હું જન્મથી લઈને જીવન સુધી કોંગ્રેસ સાથે છું.” ગુરુવારે વિધાનસભામાં ચર્ચા દરમિયાન આ ઘટના બની હતી, જ્યારે વિપક્ષના નેતા આર અશોકે શિવકુમાર તરફ ઈશારો કર્યો હતો અને આગ્રહ કર્યો હતો કે રાજ્ય સરકારે આરસીબી ભાગદોડની જવાબદારી લેવી જાઈએ. નાયબ મુખ્યમંત્રી શિવકુમારે વળતો પ્રહાર કરતા કહ્યું કે તેઓ ભાજપની હરકતો વિશે બધું જાણે છે, અને પછી આરએસએસના રાષ્ટ્રગીતમાંથી કેટલીક પંક્તિઓ વાંચી સંભળાવી. વિધાનસભાને સંબોધતા, ડીકે શિવકુમારે સ્વીકાર્યું કે ભૂલ (આરસીબી ભાગદોડ) થઈ હતી, પરંતુ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી.