ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી વખતે રોઝ, કૂતરા, ભૂંડ ક્યારેક અકસ્માતનું કારણ બને છે. ધ્રુવિલભાઈ ભરતભાઈ રાખોલીયા (ઉ.વ.૨૭) તથા અવિંદભાઈ બાવચંદભાઈ રાખોલીયા ફોર વ્હીલ લઈને હીરાવા ગામ નજીકથી પસાર થતાં હતા ત્યારે અચાનક રોઝડું આડું પડતાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેને લઈ કાર ખાળીયામાં ગોથું ખાઈ ગઈ હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ.વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.