આબુ એટલે આબુ …બસ આબુનું નામ પડે એટલે ગુજરાત કે રાજસ્થાનનો માનવી ત્યાં ફરવા જવા હંમેશાં તૈયાર થઇ જાય. આબુમાં તમને નખી લેઇક, ગુરુ શિખર, ટોડ રોક વ્યૂ પોઇન્ટ, દેલવાડાના દેરા-જૈન મંદિર, લાલ મંદિર, ટ્રેવર્સ ટેન્ક, અચલેશ્વર મહાદેવ મંદિર, અચલગઢ કિલ્લો, સનસેટ પોઇન્ટ અને ગૌમુખ મંદિર…જેવાં અનેક દર્શનીય સ્થળ જોવા-જાણવા-માણવા મળશે.
માઉન્ટ આબુનો પૌરાણિક ઇતિહાસ:
માઉન્ટ આબુને પ્રાચીન પુરાણોમાં અર્બુદાંચલ કે અર્બુદારણ્યના નામથી ઓળખાય છે. આબુ એ આ નામનો જ એક ભાગ છે. એવું મનાય છે કે, ઋષિ વિશ્વામિત્ર સાથેના મતભેદના કારણે ઋષિ વશિષ્ઠ માઉન્ટ આબુમાં આવીને નિવૃત્ત થયા હતા. અહીં વશિષ્ઠ આશ્રમ પણ આવેલો છે. ઇતિહાસની બીજી એક કથા મુજબ “અર્બુદા” નામના મદારીએ ભગવાન શિવના બળદ એવા નંદીનો જીવ બચાવ્યો હતો. એ ઘટના જે પર્વત પર ઘટી હતી. તે પર્વત હાલ માઉન્ટ આબુના નામે  ઓળખાય છે. ઉપરોક્ત ઘટના પરથી પર્વતનું નામ “અર્બુદારણ્ય” પડ્‌યું હતું, જે ધીમે ધીમે આબુ બની ગયું.
(૩) ટોડ રોક વ્યૂ પોઇન્ટ: નખી લેઇકની નજીક અનેક ખડક વિચિત્ર આકારથી ઘેરાયેલા છે. તેથી પ્રવાસીઓ માટે તે ફોટા કે સેલ્ફી લેવાનું એક ઓપ્શન બની રહે છે. તેમાં સૌથી લોકપ્રિય પોઇન્ટ ટોડ રોક વ્યૂ પોઇન્ટ છે. આ પોઇન્ટ નખી લેઇકની નજીક મુખ્ય ટ્રેકિંગ ટ્રેઇલ પર આવેલો છે. તેનાં નામ પરથી જ અંદાજ લગાવી શકાય કે તે દેડકા જેવો આકાર ધરાવે છે. અહીંનું ચઢાણ ખૂબ સરળ છે, ત્યાંથી નખી લેઇક તથા આસપાસના સુંદર દ્રશ્યો માણી શકાય છે. એમાં ય ચોમાસામાં તો અહીંનો નજારો ખૂબ અદ્‌ભુત અને વધારે સુંદર લાગે છે.
(૫) લાલ મંદિર: દેલવાડા રોડ પર દેલવાડા જૈન મંદિર પાસે એક નાનું શિવ મંદિર લાલ મંદિરના નામે ઓળખાય છે. આ મંદિરનું વાતાવરણ ખૂબ શાંતિદાયક છે, જે માઉન્ટ આબુમાં આવેલાં પ્રાચીન સ્થળોમાંનું એક મનાય છે. આ શિવ મંદિરની દરેક દિવાલ લાલ રંગથી રંગાયેલી હોવાને કારણે પણ એને લાલ મંદિર કહે છે.
(૮) અચલગઢ કિલ્લો: અચલગઢ કિલ્લો એ શહેરથી ઉત્તર દિશામાં આશરે ૨૬ કિલોમીટરના અંતરે આવેલો છે. પરમાર રાજવંશ દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. જો કે, તેનો જીર્ણોદ્વાર પાછળથી કરાયો હતો. ઇ.સ. ૧૪૫૨માં મહારાણા કુંભા દ્વારા તેનું નામ અચલગઢ રાખવામાં આવ્યું હતું. અચલેશ્વર મહાદેવનું આ મંદિર કિલ્લાની બહાર આવેલું છે.
(૧૦) ગૌમુખ મંદિર: માઉન્ટ આબુનું સૌથી વધુ મનમોહક સ્થળ હોય તો તે ગૌમુખ છે. અહીં ભગવાન શિવના દર્શન માટે તમારે અંદાજે ૭૦૦ સીડી ઉતરીને જવું પડે છે. આ સમયે તમને ત્યાં ખીણના આકર્ષક દ્રશ્ય પણ જોવા મળશે, જો ચોમાસું હશે તો તમને વધારે આનંદનો અનુભવ થશે. આ મંદિર ગાઢ જંગલની વચ્ચોવચ આવેલું છે. અહીં ભગવાન કૃષ્ણ, ભગવાન રામ અને વશિષ્ઠ ઋષિની મૂર્તિઓ દર્શનીય છે. ગૌમુખમાંથી એક રહસ્યમય પાણી વહે છે, આ પાણી ક્યાંથી આવે છે તેની કોઇને જાણ નથી. દંતકથા અનુસાર અહીંથી આવતું પાણી સરસ્વતી નદીનું ઉદ્‌ગમસ્થાન મનાય છે.
(૨) ગુરુ શિખર: અરવલ્લી ગિરિમાળાનું સૌથી ઊંચુ શિખર એટલે ગુરુ શિખર. માઉન્ટ આબુમાં ફરવા આવતાં સહેલાણીઓ માટે આ ખાસ આકર્ષણનું સ્થળ ગણાય છે. ગુરુ શિખર પહોંચ્યા પછી અંદાજે ૩૦૦ જેટલાં પગલાં ચઢીને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર દત્તાત્રેય મંદિરે પહોંચી શકાય છે. લોકો મંદિરમાં દર્શન કરવા અને ત્યાંથી દેખાતા સુંદર દ્રશ્યોને જોવા-માણવા માટે અહીં આવે છે.
(૪) દેલવાડાના દેરા-જૈન મંદિર: માઉન્ટ આબુનાં જોવાલાયક સ્થળમાંનું એક દેલવાડાના દેરાં છે. તે ૧૧મી અને ૧૩મી સદીની વચ્ચેના સમયમાં બનેલાં છે. આર્કિટેક્ચરની દ્રષ્ટિએ ખૂબ જ શ્રેષ્ઠ ગણાતાં આ દેરામાં સફેદ આરસપહાણમાંથી કરેલી કોતરણીઓ દરવાજાથી લઇને છત સુધી દરેક જગ્યાએ ફેલાયેલી છે.
(૧) નખી લેઇક: નખી લેઇક એ ભારતનું સૌપ્રથમ માનવનિર્મિત તળાવ તરીકે છે, જ્યાં બોટિંગની વ્યવસ્થા પણ છે. ત્યાંથી તેની આજુબાજુમાં આવેલી ટેકરીઓનો નજારો માણી શકો છે. ત્યાંથી સાંજના સમયે આથમતો સૂર્ય જોવાની મજા અનેરી બની રહે છે, આ સૂર્યાસ્ત મનમોહક લાગે છે. જો ઘોડેસવારીનો શોખ હોય તો નખી લેઇક પાસે ઘણાં ઘોડાવાળા હોય છે. જ્યાં તમે ઘોડેસવારી કરી શકો છે. નખી લેઇકની નજીકમાં એક બજાર આવેલું છે, જ્યાંથી તમે શોપિંગ કરી શકો છો. નખી લેઇકમાં તમે શિકારા, પેડલ બોટ, રો બોટ વગેરેની માજા માણી શકો છો. લેઇક પાસેના ગાર્ડનમાં વિરામ કરી શકો છો અને તળાવનો કુદરતી નજારો માણી શકો છો.
(૭) અચલેશ્વર મહાદેવ મંદિર: સ્થાનિક દંતકથા અનુસાર, ભગવાન શિવનું આ મંદિર ભગવાન શિવના અંગૂઠાની છાપની આસપાસ બનાવેલું છે. મંદિર તેના અદ્‌ભુત વાતાવરણ, ઝીણી કોતરણી અને અસંખ્ય નંદીની મૂર્તિઓ માટે જાણીતું છે. મંદિરની અંદર એક ખાડો છે, જેને નરકનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. અચલેશ્વર મંદિર તેના ઇતિહાસ અને સ્થાનિક દંતકથાના લીધે વધુ જાણીતું છે. માઉન્ટ આબુથી ૧૧ કિમીના અંતરે આવેલું આ મંદિર દર્શનીય છે.
(૬) ટ્રેવર્સ ટેન્ક: ટ્રેવર્સ ટેન્ક એ એક અદ્‌ભુત મનમોહક સ્થળ છે. આ સ્થળ પર મગર, પક્ષીઓ અને અન્ય વન્યજીવો જોઇ શકાય છે. હરિયાળીના કારણે વાતાવરણ અતિ ખુશનુમા જોવા મળે છે. જે લોકપ્રિય પિકનિક સ્થળોમાંનું એક છે. ટ્રેવર્સ ટેન્ક એક ક્રોકોડાઈલ પાર્ક છે. આ સ્થળનું નામ એક બ્રિટિશ એન્જિનિયરના નામ પરથી રખાયું છે. અહીં તમે મગરને નિહાળવાની સાથોસાથ કુદરતી સૌંદર્યને પણ જાણી-માણી શકશો.
(૯) સનસેટ પોઇન્ટ: માઉન્ટ આબુનો પ્રવાસ સનસેટ પોઇન્ટને માણ્યા વિના અધૂરો જ ગણાય છે. અસ્ત થતા સૂરજના કિરણોને પોતાની અંદર સમાવતી અરવલ્લી પર્વતમાળાનો નજારો આ વખતે કંઇક અલગ જ લાગે છે. નખી લેઇક પાસે આવેલું આ સ્થળ એક સારું પિકનિક સ્પોટ પણ છે.
માઉન્ટ આબુ જવા માટે ઉત્તમ સમય:
આમ તો માઉન્ટ આબુ જવા માટે  કોઇ પણ સમય અનુકૂળ જ હોય છે. પણ નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આબુ જશો તો ત્યાંનું તાપમાન રાત્રે ૮°ઝ્રથી ઘણીવાર -૨°c થઇ જતું હોય છે. જો માર્ચથી જૂન દરમિયાન આબુ જશો તો ત્યાંનું તાપમાન ૩૦°ઝ્રથી ૩૪°c સુધી હોય છે. ઉનાળામાં રાતના સમયે પણ અહીં ઠંડકનો અનુભવ થાય છે. જો જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન આબુ જશો તો ત્યાંનું તાપમાન ૨૮°ઝ્રથી ૩૪°ઝ્રની આસપાસ હોય છે તથા વરસાદને કારણે અહીંનું વાતાવરણ વધુ આહલાદક બન્યું હોય છે.