મોનસૂનનો વરસાદ હિમાચલ પ્રદેશના લોકો માટે મૃત્યુઘંટ બની ગયો છે. વરસાદને કારણે હિમાચલના ઘણા જિલ્લાઓમાં ભારે પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. રાજ્યના મંડી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. આ ક્રમમાં, હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાહત પહોંચાડવા માટે મંડી જિલ્લામાં પહોંચ્યા હતા. જાકે, અહીં અચાનક થયેલા ભૂસ્ખલનમાંથી તેઓ પોતે પણ બચી ગયા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જય રામ ઠાકુર ભૂસ્ખલન અને વરસાદથી પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરવા અને રાહત સામગ્રીનું વિતરણ કરવા મંડી ગયા હતા. ત્યારે અચાનક ભૂસ્ખલન થયું અને પર્વતના ઘણા નાના-મોટા ટુકડા રસ્તા પર પડી ગયા.. ત્યાં હાજર ભૂતપૂર્વ મુખ્યમંત્રી સહિત તમામ કાર્યકરો ભાગી ગયા અને પોતાનો જીવ બચાવ્યો.
હિમાચલ પ્રદેશના મંડીમાં ચોમાસાના વરસાદ પછી ભૂસ્ખલનથી લોકો પરેશાન છે. ચંદીગઢ-મનાલી રાજ્ય ધોરીમાર્ગ ફરીથી બંધ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસથી આ માર્ગ વારંવાર ભૂસ્ખલનને કારણે બંધ કરવામાં આવ્યો છે. ગઈકાલે મોડી સાંજ સુધી તેને ખોલવામાં આવ્યો હતો પરંતુ આજે સવારે ફરીથી બંધ કરવામાં આવ્યો હતો. હાઇવે બંધ થવાને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.