બા-બાપુ ડેલા બહાર નીકળ્યા ને બંસીએ ડેલાના બારણાને આગળીયો માર્યો. જેવો આગળીયો માર્યો એ સાથે જ બંસી જરા ઉંચી કૂદીને દોડતી આવી હિંડોળા ખાટ પર બેસી મોટેથી હીંચકા ખાવા લાગી. સારાયે એકાંતે….આવડા મોટા હવેલી જેવા ઘરમાં પોતે માત્ર એકલી જ હોવાથી અત્યારે તે ખુશ ખુશ હતી. એટલે તેના હોઠ પણ ફફડયા ને કોઈ ગીતનું ગુંજન થવા લાગ્યુ.
પ્રેમ વિચિત્ર બલા છે. પ્રેમમાં રંગાયેલા ઈન્સાનને કયારેક ખોટુ બોલવું પડે. જા
આમ ન કરવામાં આવે તો પછી પાપ છાપરે ચડીને પોકારે……તેવી રીતે પ્રેમનું પ્રાગટ્ય પણ પળભરમાં પ્રકાશમાં આવતા વાર લાગતી નથી. બંસીને સપનું કયાં જ આવ્યુ હતું?! એણે સપનામાં દર્શનને જાયો જ ન હતો. ખાલી એમ જ આંખ બંધ કરતા, મગજને સંકેત મળતા અચાનક બંધ આંખે માત્ર કલ્પના થકી તે પ્રકટયો હતો. બંસી તો ઉંઘી જ ન હતી એટલે સપનાની કોઈ વાત જ રહેતી નથી.
પણ આવું બધુ થતા બંસીએ પોતાની એ Âસ્થતિને જાઈ જતા મા.. કશું પણ પરખે નહી એટલા માટે સપનામાં ઉંડો કૂવો ને…એવી બાબત વર્ણવી. આમ
ગાડી આડે પાટે ચડાવી. પ્રેમમાં પાગલ ઈન્સાનમાં આવી હોશિયારી પણ આવતી હશે….નવાઈ નથી.
બા..ના પોતાના ઓરડામાં આવવાનું કારણ જાણી બંસી ખૂબ આનંદમાં આવી ગયેલી. એમાં પણ આ વિશાળ હવેલી જેવા મોટા આવાસમાં તેને તદ્દન એકાંત મળતા, હૈયાનો ભાર હળવો કરવા તે હીંચકે ફંગોળાવા મંડી…..ખુશીથી. થોડીવાર હીંચકા લીધા પછી નીચે ઉતરી તે મોટા ફળિયામાં વચ્ચોવચ્ચ ઉભી રહી.
આ જગ્યાએ તેણે તેના શરીરના મનફાવે તેવા જુદી જુદી જાતના અંગમરોડ કર્યા. અલબત્ત કે તે નાચી-ઝૂમી. બન્ને હાથના અંગુઠા અને પ્રથમ આંગળી ભેગી કર્યા પછી જે આકાર ખીલ્યો એવા એ દિલના આકારની વચ્ચે દ્રષ્ટિ નાખી કયાંય સુધી જાતી રહી. પછી ખુદ શરમાઈ જઈ આંખો મીંચી દીધી.
પ્રેમમાં આવુ બધુ થતુ હશે? ખૂબ જ મોટો પ્રશ્ન! પણ…..
હા, પ્રેમ એટલો મહાન છે કે તેને પોતાનો જ પ્રકાશ છે. આ પ્રકાશ તેને ઉછીનો લેવો પડતો નથી. તેના એવા પ્રકાશના ઝગમગાટમાં પ્રેમરૂપી ઘી સતત બળ્યા કરે છે. આવા બળતા ઘી માં કયારેક તડ…તડ….તડ……અવાજ આવે છે. ત્યારે ખૂબ ખૂબ દૂર હોવા છતાં પણ બન્નેના દિલ કોઈ અસહ્ય પીડાથી પીડાય છે. છતાં સળગતી જયોત જીવંત જ રાખે છે આવું અઘરું કાર્ય એટલે જ તો પ્રેમની પરિતૃપ્તી! અત્યારે અહી દર્શનની હાજરી ન હોવા છતા પણ બંસી તો તેને ભાળે જ છે. એટલે તો તેને પોતાના અંગોની દેહભંગીની કરામત કરવી પડી. સામે જ દર્શન બધું જુએ છે તેવો અહેસાસ બંસીને સાચે જ હતો. (ક્રમશઃ)