અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘હાઉસફુલ ૫’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં, અક્ષય ‘હાઉસફુલ ૫’ ના અન્ય કલાકારો નાના પાટેકર, જેક્લીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા, નરગીસ ફખરી, સૌંદર્ય શર્મા અને ફરદીન ખાન સાથે ફિલ્મના પ્રમોશન માટે પુણેના એક મોલમાં પહોંચ્યા હતા. પરંતુ, બોલિવૂડ સેલિબ્રિટીઝને જાવા માટે અહીં ભીડ એટલી બેકાબૂ બની ગઈ કે નાસભાગ મચી ગઈ. કાર્યક્રમ દરમિયાન, ભીડ એટલી બેકાબૂ બની ગઈ કે બાળકો અને મહિલાઓ રડવા લાગી. આવી સ્થિતિમાં, અભિનેતાને હાથ જાડીને કામ કરવું પડ્યું.
પુણેમાં આયોજિત આ પ્રમોશનલ ઇવેન્ટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં જાઈ શકાય છે કે સ્ટાર્સને મળવા માટે ભીડ એટલી બેકાબૂ થઈ ગઈ કે ચીસો પાડવા લાગી. બાળકો અને મહિલાઓ રડવા લાગી. ભીડમાં બાળકો અને મહિલાઓને કચડાતા જાઈને, અક્ષય કુમારે તરત જ માઇલ હાથમાં લીધું. અક્ષયે હાથ જાડીને કહ્યું- ‘આપણે જવું પડશે. દબાણ ન કરો. કૃપા કરીને, હું તમને હાથ જાડીને વિનંતી કરું છું. અહીં મહિલાઓ અને બાળકો છે. હું બધાને વિનંતી કરું છું કે કૃપા કરીને ધક્કા-મુક્કી ન કરો.’
જાકે, આ પછી પણ ભીડ શાંત ન થઈ અને ધક્કા-મુક્કી ચાલુ રહી. ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં બાળકો બેરિકેડમાં ફસાયેલા પીડાથી કણસતા જાઈ શકાય છે. આ દરમિયાન, એક બાળક સુરક્ષાને કહે છે કે તેના કાકાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને તે ભીડમાં ફસાયેલા છે. ઘણી મહેનત પછી, સુરક્ષા ટીમ ભીડને કાબૂમાં લેવામાં સફળ રહી, ત્યારબાદ હાઉસફુલ ૫ ની આખી ટીમે ચાહકો સાથે ખૂબ મજા કરી.
તમને જણાવી દઈએ કે, ‘હાઉસફુલ ૫’ ૬ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર અને કેટલાક ગીતો રિલીઝ થયા હતા, જેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત અભિષેક બચ્ચન, નાના પાટેકર, રિતેશ દેશમુખ, ફરદીન ખાન, જેક્લીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા, સંજય દત્ત, નરગીસ ફખરી, જેકી શ્રોફ, શ્રેયસ તલપડે, સૌંદર્યા શર્મા અને જાની લીવર જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.