વડીયાના લાખાપાદર ગામના એક યુવકને ‘હવે પછી પૈસાની ઉઘરાણી કરતો નહીં’ તેમ કહીને જાનથી મારવાની ધમકી આપી હતી. તેમજ હાથમાં પહેરેલું કડું આંખ નીચે મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે લાખાપાદર ગામના જયસુખભાઈ મગનભાઈ બુટાણી (ઉ.વ.૩૦)એ ઈશ્વરીયા ગામના મીઠાભાઈ દેવાભાઈ ગળીયા (ઉ.વ.૩૦) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ બોલેરો પીકઅપ લઈને બાંભણીયા મજૂર ભરવા જતા હતા. આરોપી માલઢોર ચરાવીને લાખાપાદર આવતા હતા. તેણે બોલેરો રોકીને ‘મારે તમારી પાસે રૂપિયા ૧૬૦૦૦ લેવાના છે તે આપો તો સારૂં મારે જરૂરિયાત છે’ તેવી વાત કરી હતી. જેથી આરોપીએ તેના હાથમાં પહેરેલું કડું આંખ નીચે મારીને ઈજા પહોંચાડી હતી તેમજ ‘હવે પછી પૈસાની ઉઘરાણી કરી તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. જે બાદ મીઠાભાઈ દેવાભાઈ ગળીયા (ઉ.વ.૩૦)એ જયેશભાઈ બુટાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ માલઢોર ચરાવીને લાખાપાદર ગામ બાજુ આવતા હતા તે સમયે આરોપી બોલેરો લઈને નીકળ્યો હતો અને ‘મારે તારી પાસે પૈસા લેવાના છે તે ક્યારે આપીશ’ તેમ કહ્યું હતું. જેથી તેમણે ‘હમણા પૈસા નથી થોડા સમય પછી આપી દઈશ’ તેમ કહેતા ઉશ્કેરાઈને ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.