દિલ્હી સરકારે મુખ્યમંત્રી રમતગમત પ્રોત્સાહન યોજના હેઠળ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. દિલ્હીના મંત્રી આશિષ સૂદે માહિતી આપી છે કે ઓલિમ્પિકના વિજેતાઓ માટે રોકડ પુરસ્કારમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી આશિષ સૂદે જણાવ્યું હતું કે ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ જીતનાર ખેલાડીને ૭ કરોડ રૂપિયા, સિલ્વર મેડલ જીતનાર ખેલાડીને ૫ કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીને ૩ કરોડ રૂપિયા આપવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનારા ખેલાડીને ગ્રુપ છ નોકરીઓ અને બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીને ગ્રુપ મ્ નોકરીઓ દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવશે.
માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે પહેલા દિલ્હી સરકાર ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારા ખેલાડીઓને ૩ કરોડ રૂપિયા, ૨ કરોડ રૂપિયા અને ૧ કરોડ રૂપિયા આપતી હતી. પરંતુ હવે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં પ્રોત્સાહક રકમમાં વધારો કરવામાં આવ્યો છે.